સરપંચ અનુ ચૌધરીએ ભુ-માફીયા પતિને ફટકારી નોટીસ...જાણો કોણ છે આ મહીલા..
ઉત્તર ગુજરાતની એક મહીલા સરપંચે તેના ભૂ-માફીયા પતિને નોટીસ મોકલી છે. જેમાં જાણવા મળ્યુ છે કે ગૌચર જમીન હડપી લેવાના મામલે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આગ્રામજનો દ્વારા આ મામલે વારંવાર સરપંચ સમક્ષ કરવામાં આવેલી ફરીયાદોના પગલે આ સરપંચ મહીલાએ તેની વિરુદ્ધ બીજીવાર નોટીસ ફટકારી છે.

ભુ માફિયા પતિને મોકલી નોટીસ
બનાસકાંઠાના વડગામ તાલુકાના થાલવાડા ગામની 35 વર્ષીય મહીલા સરપંચ અનુ ચૌધરીને તેના પતી દિનેશ ચૌધરી વિરુદ્ધ નોટીસ મોકલી છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ગાયો માટેની 810 વર્ગ મીટર ગૌચર જમીનમાં ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો જેથી ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજુઆતોના પગલે સરપંચ અનુચૌધરીએ 12 જાન્યુઆરી 2020 નો રોજ નોટીસ મોકલી છે. આ અગાઉ પણ વર્ષ 2017માં તેના પતી અને અન્ય સાગરીતોને ગૌચર જમીન પરથી કબ્જો દૂર કરવા કહ્યું હતું.

ગૌચર જમીન પર કર્યો કબ્જો
આ અંગે વર્ષા ચૌધરીએ જણાવ્યું કે દિનેશ ચૌધરી સહીત અન્ય લોકોએ લગભગ 7-8 વીઘા જમીન પર કબ્જો કર્યો છે. સરપંચે આ મામલે જિલ્લા અધિકારીને પણ જાણ કરી હતી અને અનેક રજુઆતોને આધારે નોટીસ મોકલી છે. મહત્વનું છે કે અનુ ચૌધરીએ આ બધામાંથી તેના પતિ દિનેશને પણ નોટીસ મોકલી છે. દિનેશે કહ્યું હતૂં કે આગામી 24 ફાબ્રુઆરીએ ગામની જમીન માપણી કરવામાં આવશે અને સરકારી જમીનને લઇ યોગ્ય માહીતી આપવામાં આવશે.

સામાજીક કાર્યકર્તા હસમુખ રાઠોડે કરી રજુઆત
તો બીજી તરફ સામાજિક કાર્યકર્તા હસમુખ રાઠોડે જણાવ્યું હતું કે વારંવાર કરવામાં આવેલ રજુઆતોના આધારે નોટીસ આપવામાં આવી છે જેમાં યોગ્ય કાનુની કાર્યવાહી થવી જોઇએ અને તાત્કાલિક ધોરણે દબાણયુક્ત જમીન ખાલી કરવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ ખુદ આ મામલે દિનેશ ચોધરી વિરુદ્ધ જિલ્લા અધિકારીને રજુઆતો કરી છે

કોણ છે સરપંચ અનુચૌધરી..
સરપંચ અનુચૌધરીએ એમ.એ.બીએડ કરેલું છે. તેઓ પ્રથમવાર સરપંચ બન્યા છે તેમજ તેમના સસરા જેઠાભાઈ ત્રણ વાર સરપંચ પદ પર રહી ચુક્યા છે. અનુચૌધરી ત્રણ વર્ષથી સરપંચ પદ પર છે.સરપંચ બન્યા પછી સૌથી પહેલા તેમણે સ્વચ્છ ભારત મીશનને સાકાર કરવા પાકા રસ્તાઓ બનાવ્યા હતા. વીજળી અને પીવાના પાણીની પ્રાથમીક સુવિધાઓને ઉપલબ્ધ કરાવી છે. ગામની શાળામાં પણ સુધારા વધારા કર્યા હતા.