બેંકના મહિલા કર્મચારી પર પોલીસકર્મીનો હુમલો, નિર્મલા સીતારમણે તપાસના આદેશ આપ્યા
બેંકના મહિલા કર્મચારી પર પોલીસકર્મીનો હુમલો, નિર્મલા સીતારમણે તપાસના આદેશ આપ્યા
સુરતમાં પોલીસકર્મચારીએ મહિલા બેંક કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ ઘટનાની નોંધ લીધી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સુરતના કલેક્ટર સાથે વાતચીત કરી અને આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. જેમના માથે દેશની જનતાની રક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે તેઓ જ જ્યારે ભક્ષક બનવા પર ઉતરી આવે તે સ્થિતિ બહુ શરમજનક કહેવાય. સુરત પોલીસ માટે આ બનાવ કાળા કલંક સમાન છે.

પોલીસ કર્મચારી ભાન ભૂલ્યો
જણાવી દઇએ કે પાસબુકમાં એન્ટ્રી પડાવવા બાબતે પોલીસ કર્મચારીએ મહિલા બેંક કર્મીને બેંકની અંદર માર માર્યો હતો. પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે મામલાને ચગાવ્યો હતો અને પલીસની લુખ્ખાગીરી સામે અવાજ ઉઠાવ્યો હતો.
|
મહિલા કર્મચારીને માર માર્યો
પોલીસ વિભાગ પોતાના કર્મચારી સાથે કેવા પગલાં લેશે તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે કાયદાના પાલક જ કાયદાનું ઉલ્લંઘન કરે તે બહુ નિંદનીય છે. જણાવી દઇએ કે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઘનશ્યામે બેંકની અંદર જઇ બેંક મહિલાને પર હુમલો કર્યો હતો.
|
પોલીસ માટે કલંક સમાન ઘટના
આ મામલે પોલીસ વિભાગ તરફથી માત્ર જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું આવી હરકત કરતા પોલીસ કર્મચારીને માફ કરી શકાય? પોતાના જ ડિપાર્ટમેન્ટના લોકો જ્યારે આવી તુચ્છ હરકત કરતા હોય ત્યારે આ બાબત સુરત પોલીસ માટે કલંક સમાન છે.












Click it and Unblock the Notifications
