ખોડલઘામ મહોત્સવનો છેલ્લો દિવસ, ભક્તિનું ઘોડાપૂર

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે માં ખોડિયારનો ખોડલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. લેઉવા પટેલની કુળદેવી તેવી માઇ ખોડિયારની એક ઝલક લેવા માટે અનેક માઇ ભક્તો આજે સવાર જ ખોડલઘામમાં ઊમટી પડ્યા છે. મોટી સંખ્યામાં માણસો અહીં જોવા મળી રહ્યા છે. માં ખોડિયાર સાથે જ અન્ય 20 દેવી દેવતાઓની પણ મૂર્તિની આજે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને તેની સાથે જ આજે આ મહોત્સવનો અંત થશે. ત્યારે આજે સવારે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ માં ખોડિયારના દર્શન કર્યા હતા.

jitu
Khodaldham

ધજા રોહણ
નોંધનીય છે કે આજે સોનાથી મઢેલા ધ્વજદંડ પર 52 ગજની ધજાને ચઢાવવામાં આવી હતી. એટલું જ નહીં આ પ્રસંગે કેશુભાઇ પટેલ સમેત પ્રવીણ તોગડીયા જેવા અનેક રાજકીય નેતાઓ અહીં હાજર રહ્યા હતા. સાથે ગુજરાતના નામી વેપારીઓ સહપરિવાર માં ના ચરણોમાં શીશ ઝૂકાવ્યા હતા. વળી સમગ્ર વિસ્તાર ભક્તિમય થઇ ચૂક્યો હતો.

Khodaldham


વિશ્વ રેકોર્ડ
ખોડલઘામનો આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે આજે અનેક નવા રેકોર્ડ પણ તેની સાથે સ્થપાશે. જેમ કે આજે 2 લાખ 54 હજાર લોકોએ રાષ્ટ્રગાન ગાયું હતુંય જેણે ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. નોંધનીય છે કે આજ સાંજ સુધીમાં 50 લાખથી વધુ લોકો મંદિરમાં માંના દર્શન કરવા આવશે.

Khodaldham
temple
English summary
Last day of Khodaldham pranpratishtha see the photos of the temple.
Please Wait while comments are loading...