નરાધામ જયેશ પટેલ પકડાયો, જાણો કેવી રીતે પાર પાડતો તે દુષ્કર્મ
આખરે પાછલા ચાર દિવસથી પોલિસથી સંતાકૂકડી રમતા પારૂલ યુનિવર્સિટીના માલિક જયેશ પટેલને પોલિસે આણંદ પાસેથી પકડી પાડ્યો છે. જયેશ પટેલ વિરુધ્ધ વાધોડિયા પોલિસ સ્ટેશનમાં એક યુવતી પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. અને સૌથી ચોંકવનારી વાત તો એ છે કે તે યુવતીનો મેડિકલ રિપોર્ટ પણ પોઝિટવ આવ્યા છે. ત્યારે આજે પોલિસ આ પુરાવા હેઠળ જયેશ પટેલને કોર્ટમાં રજૂ કરી તેનો મેડિકલ ચેકઅપ કરાવશે.
નોંધનીય છે કે જયેશ પટેલ શિક્ષણ જગત અને રાજકારણ બન્નેમાં મોટું નામ ધરાવે છે. અને તેના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ શિક્ષણ જગતમાં તેના ગંભીર પડધા પડ્યા છે. ત્યારે પીડિતાના પરિવારે જ્યાં આ આખા મામલે ન્યાય મળવાની આશા કરી છે ત્યાં જ જયેશ પટેલ કેવી રીતે યુનિવર્સિટી સંકુલમાં યુવતીઓ ફસાવતો હતો કેવી રીતે દુષ્કર્મ આચરતો હતો તેની વિગતો પણ મીડિયામાં બહાર આવી છે. જે વિષે વધુ જાણો અહીં...

છોકરીઓનું ધ્યાન કે લાલશા?
જયેશ પટેલ પહેલા તો ભણવામાં ધ્યાન ઓછું આપતી યુવતીને તેની કેબિનમાં બોલવતો. તેમને યોગ્ય રીતે ભણવા પર લેક્ચર આપતો. તેમને ભણવા મામલે ધધડાવતો પણ. અને આમાંથી કોઇ છોકરી પર મન આવી તો તે કરતો ભાવનાને આ ઇશારો.

જયેશ પટેલની સાથી ભાવના
ગર્લ હોસ્ટેલની રેક્ટર ભાવના પણ જયેશ પટેલની આ ગુનાહિત પ્રવૃત્તિમાં એટલી જ સામેલ હતી. જયેશ ઇશારા દ્વારા ભાવનાને પોતાની મનગમતી છોકરી વિષે કોડ વર્ડમાં ઇશારો કરતો.

દુષ્કર્મ
જે બાદ ભાવના આ છોકરીને એક રૂમમાં લઇ જતી અને પછી પોતે બહાર જતી રહેતી. જે બાદ જયેશ જે તે યુવતી જોડે દુષ્કર્મ કરીને પોતાની હવસ સંતોષતો.

અન્ય છોકરીઓ પણ કરી ફરિયાદ
નોંધનીય છે કે વાધોડિયામાં પીડિતાએ પોતાના દુષ્કર્મ બાદ પોલિસને ફરિયાદ કરી તે બાદ અન્ય મહિલાઓ પણ હિંમત બતાવીને આ નરાધામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને આ પહેલા પણ જયેશ પટેલ સામે આવી ફરિયાદ ભૂતકાળમાં થઇ ચૂકી છે.

કોર્ટ સામે ન્યાયની આશ
નોંધનીય છે કે જયેશ પટેલ સારી એવી વગ ધરાવે છે પણ પીડિતાના પરિવારે ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આવા કોર્ટ તેમની સાથે ન્યાય કરશે. નોંધનીય છે કે ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેથી પોલિસ જયેશ પટેલ સામે સ્ટ્રોંગ કેસ દાખલ કરી શકશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
