For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ

અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧મી કડીના સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલમહાકુંભમાં ૧૧ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે ૫૫ લાખે પહોંચ્યું છે..

amit shah

તેમણે અમદાવાદમાં આકાર પામેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો સંદર્ભ આપતા જણાવ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદ શહેરમાં અન્ય સ્પોર્ટસ ફેસીલીટીના નિર્માણ બાદ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે.

ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નકશા પર અમિટ છાપ છોડી હોવાનું તેમણે જણાવ્યું હતું.નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત મંત્રી એ વ્યક્ત કર્યો હતો..

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીતાના પરિણામે આજે ગુજરાતમાં સ્પોર્ટ્સની આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે જેના પરિણામે જ આજે ગુજરાતમા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે.

વડાપ્રધાન ભારતને વિશ્વ ફલક પર સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ પ્રસ્થાપિત કરવા ફીટ ઇન્ડિયા, ખેલો ઈન્ડિયા , રાષ્ટ્રીય રમતોને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૧૪ ના રમત ગમતના ₹૮૬૬ કરોડના બજેટને આજે ₹૨૦૦૦ કરોડના રકમની ફાળવણી કરીને રમતગમતને પ્રોત્સાહન આપ્યું છે..

amit shah

વર્ષ ૨૦૧૪ પહેલા ઓલ્મિપિકમા ૨ સુવર્ણ પદક જીતતા ખેલાડીઓની સંખ્યા આજે ૭, જ્યારે પેરાઓલ્મિપિકમા ૪ થી ૧૯ અને એશિયન ગેમ્સમાં ૮૦ સુવર્ણ પદકે પહોંચી છે..

નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે ૨૦ વર્ષમાં આર્થિક, ઔઘોગિક ક્ષેત્રમાં સર્વાંગીણ વિકાસ સાથે ૨૪ કલાક વીજળી, શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી જેવા વિકાસના દરેક ક્ષેત્રોમાં હરણફાળ ભરીને દેશમાં પરિવર્તનનું સારથી બન્યું હોવાનું ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

વડાપ્રધાનના ભગિરથ પ્રયાસોથી જ નર્મદાના નીર લાંબી મઝલ કાપીને કચ્છ સુધી પહોંચ્યાં છે ત્યારે ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાનો દશકાઓથી વિરોધ કરનાર મેધા પાટકર પાછલા બારણેથી રાજકારણમાં પ્રવેશવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત આવા તત્વોને ક્યારેય સાંખી લેવાનો સ્વભાવ ધરાવતો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભ શૃંખલાની ૧૧મી કડીના સમાપનની સાથે આજે ૩૬મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર અને એપ લોન્ચિંગ એ રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાની ખેલ યાત્રા સમાન પ્રસંગ છે. એક સમયે ગુજરાતીઓ માત્ર દાળ-ભાત ખાનારા કે વેપાર-બિઝનેસમાં જ રસ ધરાવે છે, એવી છાપ હતી, એ ગુજરાતીઓમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ખેલ મહાકુંભ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. વર્ષ ૨૦૧૦માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં એક આખી સ્પોર્ટિંગ કમ્યૂનિટી તૈયાર થઈ છે. ગુજરાતના યુવા ખેલાડીઓ હવે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય પુરવાર કરવા લાગ્યા છે.

khel mahakumbh

આ વર્ષે ૧૧મી કડીમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાએથી કુલ ૫૫ લાખ જેટલા રમતવીરોની રેકોર્ડબ્રેક સંખ્યામાં નોંધણી થઈ હતી. આ ખેલમહાકુંભના વિજેતાઓને આજે રૂપિયા 30 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ઇનામો એનાયત થયાં છે.

મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભની સફળતાને બિરદાવતા કહ્યું હતું કે આ ખેલ મહાકુંભમાંથી જ આગળ આવેલા ગુજરાતના પ્રતિભાવાન પેરા એથ્લીટ્સને આજે રૂપિયા દોઢ કરોડની રકમના ખેલ પ્રતિભા પુરસ્કાર અપાયા છે.
ગુજરાતના ખેલ-કૂદ પ્રત્યેના સ્પર્ધાત્મક અભિગમને કારણે દેશ અને દુનિયા ગુજરાતને ભારતના ભાવિ સ્પોર્ટિંગ હબ તરીકે જોવા લાગી છે. વિશ્વની આ અપેક્ષા ને મૂર્તિમંત કરવા વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં આકાર પામી રહ્યું છે. ગુજરાતે નવી સ્પોર્ટસ પોલિસી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીથી એક આખી સ્પોર્ટ ઇકોસિસ્ટમ ઊભી કરી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦ હજાર રમતવીરોના આવકાર- આગતા-સ્વાગતા કરવા ગુજરાત ઉત્સુક છે.

ખેલકૂદ ક્ષેત્ર- મહત્વનુ પરિબળ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી એ કહ્યું કે સામાન્ય રીતે નેશનલ ગેમ્સની પૂર્વતૈયારીમાં ૨ થી ૩ વર્ષનો સમય લાગી જતો હોય છે. પરંતુ, ગુજરાતે માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં આ ૩૬મી નેશનલ ગેમ્સના આયોજનની તમામ તૈયારીઓ કરી લીધી છે, એ પણ એક મોટી સિદ્ધિ છે. દેશભરના રમતવીરો ખેલ-કૂદની સાથે-સાથે ગુજરાતનાં ૬ મહાનગરોની રહેણી-કરણી, ખાન-પાન અને ભાતિગળ ગરબા-રાસની સંસ્કૃતિનો પણ પરિચય મેળવશે એમ તેમણે ઉમેર્યું હતું.

khel mahakumbh

આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં ૫૫ લાખ યુવાનોએ નોંધણી કરાવી, એ એક રેકોર્ડ છે, આ સંખ્યા કેટલાંક રાજ્યો અને દેશોની વસ્તી કરતાં વધારે છે. ૨૯ કરોડથી વધારેની ઈનામની રકમ સીધા ખેલાડીઓના ખાતામાં જમા થઈ જાય, એવું દેશમાં પહેલી વાર બની રહ્યું છે. નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં ૩થી ૪ વર્ષ લાગી જતાં હોય એ કામ ગુજરાતે ત્રણ મહિના કરતાં ઓછા સમયમાં કરી બતાવ્યું છે. આવું માત્ર ગુજરાત જ કરી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનને કારણે જ આ શક્ય બની શક્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની કરવાનું છે અને ૮૦૦૦ ખેલાડીઓ સહિત ૧૨,૦૦૦થી વધારે રમતગમત સાથે સંકળાયેલા લોકો ગુજરાતમાં આવવાના છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની પણ રમઝટ વાગશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ૭ વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન વડાપ્રધાન ના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શક્ય બન્યું છે.

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે કૉમનવેલ્થ હોય કે ઓલિમ્પિક, ભારતીય ખેલાડીઓએ મેડલ્સ જીતીને દેશનું નામ રોશન કર્યું છે, એમાં મોદીસાહેબની વિવિધ યોજનાઓનો મોટો સહયોગ રહ્યો છે.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૧.૧૫ લાખ લોકોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ યોજાશે, એવી આશા પણ મંત્રી એ વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનાર ગુજરાતની છ દીકરીઓનો ઉલ્લેખ કરી બિરદાવી હતી.

આ અવસરે મહાનુભાવો અને મહેમાનોને આવકારતાં ગુજરાત રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે , માત્ર ૯૦ દિવસના ટુંકા સમયગાળામાં ગુજરાતે નેશનલ ગેમ્સની તૈયારીઓ સંપૂર્ણપણે પૂર્ણ કરીને ગુજરાતની સક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ દેશ સમક્ષ રજુ કર્યું છે...

આ સમારંભમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેમ્સના આયોજન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિયેશન અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરનારા ગુજરાતના ત્રણ પેરા-એથ્લેટ્સ રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર કેન્દ્રીય ગૃહ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા છે.

મહાનુભાવોના હસ્તે નેશનલ ગેમ્સની રજેરજની લાઈવ અપડેટ્સ લોકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવવાના હેતુથી www.nationalgamesgujarat.in વેબસાઈટ અને NGGujarat એપ લૉન્ચ કરવામાં આવી હતી.

૧૧ મી ખેલમહાકુંભના ૧ લાખથી વધુ વિજેતા ખેલાડીઓને ₹ ૨૯ કરોડના ઇનામની પ્રોત્સાહક રકમ DBT મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ સમારંભમાં ગુજરાત રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, નવસારી સાંસદ અને ભા.જ.પા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ , સાંસદ હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ અમીન, કિરીટભાઈ સોલંકી,ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ અશ્વિની કુમાર, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના મહામંત્રી રાજીવ મહેતા,અમદાવાદ મ્યુ. કમિશનર લોચન સહેરા,અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે સહિતના અધિકારીઓ, રાષ્ટ્રીય સ્તરના રમતવીરો તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રમતગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોની સ્પર્ધાઓ યોજાશે. ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000થી વધારે રમતવીરો, કોચ તથા રમતગમત ક્ષેત્રના અધિકારીઓ નેશનલ ગેમ્સ નિમિત્તે ગુજરાતના મહેમાનો બનવાના છે.

English summary
Launching of 36th National Games mascot and anthem by Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X