• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સત્તાની લાલસામાં ઉમેદવારોનો સર્જાય છે કંઇક આવો ઘાટ

By Kumar Dushyant
|
cartoon
સોહમ ઠાકર (હાસ્ય લેખક)ચુંટણી માહોલનો ગરમાવો જોઇ ડાહ્યાલાલ દામજીલાલ દાગીનાવાળા ના ચહેરા પર ચળકાટ આવી ગયો. અને પછી તરત તેમણે એક મોટો નિર્ણય લઇ લીધો, આ વખતની ચુંટણીમાં તો આપણે ઝંપલાવવું જ છે. ડાહ્યાલાલની અટક તો છે દાગીનાવાળા પણ એમનો ધંધો પતાસાના હોલસેલ નો...! કોઇ બે-ચાર કરીયાણાવાળાઓએ કહ્યું કે ડાહ્યાલાલ આ વખતે ભરી નાંખો અમારો તમને ટેકો છે અમે તમે આયેલા પડ્યા છો....ને બસ ડાહ્યાલાલ તો પોતાની જાતને MLA સમજવા લાગ્યા.

તેમની વાતોમાં, તેમની ચાલમાં, તેમના દરેક કામમાં નેતાગીરી ઝલકવા લાગી... જે પણ મળે તેમની સામે ડાહ્યાલાલે તો પ્રચાર ચાલુ કરી નાખ્યો... અલ્યા ચંપક આ વખતે આપણે ફોરમ ભરવાનું છે હોં કે અલ્યા ટેકો આપજે... અરે હા ડાહ્યા કાકા આ વખતે તમે આવેલા પડ્યા છો...., અલ્યા મનુ જોજે હોં આ વખતે આપણે ઉભા રહેવાના છીએ... અલ્યા ટેકો આપજે... આ ટેકો શબ્દ તો ડાહ્યાલાલનો મનપસંદ શબ્દ બસ જે કોઇ મળે તેને તરત જ કે એ કે ભાઇ જરા ટેકો આપજે....

કદાચ એટલા માટે કે ટેકા વગર ઘર શું સરકાર પણ ના ચાલે તો ટેકા વગર ડાહ્યા લાલ ચુંટણી કઇ રીતે જીતે.... અને એટલા માટે ડાહ્યાલાલ ટેકાના ટેકાથી આગળ વધવા માંડ્યા... પણ પછી વાત આવી કયા પક્ષની ટીકીટ લેવી... આમ તો મુદ્દો એકે ડાહ્યાલાલને કયો પક્ષ ટીકીટ આપશે.... આખી જીંદગી પતાસા વેચવામાંથી ઉંચા ના આવ્યા હોય ને હવે અચાનક ટીકટ લેવા નિકળ્યા,.,..એટલે ડાહ્યાલાલ માટે તો કોઇ નવો માણસ ધંધામા નવુ પગરવ માંડે તેવી વાત હતી....

જો કે ડાહ્યાલાલને કોઇકે કહેલું કે જો કે એક વાર એમ.એલ.એ. થઇ ગયા તો આખી જીંદગી કમાવવું નહી પડે...ને બસ ડાહ્યાલાલને આ વાતમાં રસ પડ્યો ને ત્યારથી એમને એમ.એલ.એનું ઘેલું લાગ્યું...વાત આવી ટીકીટ પર તો કોઇ કહે કોંગ્રેસની લો ને કોઇ કહે બીજેપીમાં જાવ....તો કોઇએ કહ્યું જીપીપી માંથી લડો ને ડાહ્યાકાકા...??

પણ ત્યાં તો ડાહ્યાલાલ બોલ્યા કે આપણ ને જે સસ્તી પડે તે ટીકીટ લેવી....ડાહ્યાલાલ ના મનમાં એમ કે એ બસની ટીકીટ હોય, રેલવેની ટીકીટ હોય, સરકસની ટીકીટ હોય, સિનેમાની ટીકીટ હોય, એમ આ પણ કોઇ ટીકીટ લેવાની હશે...પણ લોકોમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન થતું જોઇ ડાહ્યાલાલે વાત બદલી...ને કહ્યું આપણે પ્રચાર કરવામાં મજબૂત રહેજો....અઠવાડિયા સુધી ધમપછાડા કર્યા કોઇએ ટીકીટ આપી નહી.

ત્યારબાદ ડાહ્યાલાલે અપક્ષમાંથી ચુંટણી લડવાની વિધિવત જાહેરાત કરી એક પવાલી ભરી પતાસા વેચ્યાં ને માંડ 6-7 માણસો ભેગાં આવ્યાં.... અને તેમની નજર સામે ચોવીસ કલાક ત્રાજવું રહે એટલે નિશાન રાખ્યું ત્રાજવું.... બસ પછી તો શું....ડાહ્યાલાલે જાણે શુ ચુંટણી પ્રચાર ચાલુ કર્યો. પુછો મત...બધા જ પક્ષોને ઉધડા લઇ નાખ્યાં અને પોતાને ટીકીટ ના આપી તેનીએ ભડાસ અપક્ષમાં રહીને કાઢવા માંડ્યા...પણ હા એક વાત પાક્કી તેમને શરૂઆત તેમના ઘરેથી જ કરી બોલ્યા...હું ડાહ્યાભાઇ દામજીભાઇ દાગીનાવાળા, મારું નિશાન છે ત્રાજવું હું તમને એમ કહેવા માંગું છે કે જો તમે તમારો કિંમત વોટ મને આપશો તો મારું પણ કલ્યાણ થશે ને જો મારું કલ્યાણ થશે તો હું જરૂર તમારું કલ્યાણ કરીશ.

એ મારા ત્રાજવાની સોંગધ ખાઇને કહું છું.... અને હા મેં એવું સાંભળ્યું છે કે મત એ પવિત્ર અને કિંમતી છે તો...ભાઇ ઓ અને બહેનો...તમારા મતને હું જરાય અભડાવવા નહી દઉં...મેં તમારા મતને સંઘરી રાખવા માટે હરિદ્રાર થી ગંગાજળની વ્યવ્સ્થા કરી છે એટલે એ પવિત્ર રહેશે અને રહી વાત કિંમતની. તો એ આપણે ચર્ચા કરી તમારા મતની સારી કિંમત આપુ તેવો પ્રયાસ કરીશ...

પણ હા ત્યાં લગી બીજા કોઇને વેચતા નહી...જે પણ બજારમાં ભાવ ચાલતો હશે તેનાથી 2 પૈસા વધારે આપીશ પણ ઓછા નઇ...ડાહ્યાલાલે બાફ્યું...વધુમાં બોલ્યા ભાઇ તથા બેનો આટલી સરકારો આવી...મારી દુકાન જુઓ એની આજુબાજુના રસ્તા જુઓ...બધુ બદલાઇ ગયું છે ભાઇ....જે બધુ બદલી નાખે તેના પર વિશ્વાસ ના થાય...એન કરતા મારું ત્રાજવું જુઓ છે ને વિશ્વાસુ છેલ્લાં 30 વરસથી એમનું એમ...તમે વિશ્વાસ કરી શકો છો એમા પર ભાઇઓ...અને આજે ત્રાજવે તોળી તોળી ને હું તમને સુવિધાઓ આપીશ.

તમને ન્યાય આપીશ...ત્યાંજ ટોળામાંથી કિકે કોઇકે કોમેન્ટ કરી મારો હારો વેપારી બધુ તોલી તોલીને આપશે તો પસી ઘર તો એના જ ભરશે...અરે ઓ ડાહ્યાલાલ એ તો બધુ બરાબર સે પણ તમારું ત્રાજવું સ્થિર ચમ સે એ ને થોડુ અમારા બાજુ નમાવો તો વોટ મળશે નકે ની....ડાહ્યાલાલ બોલ્યા ભાઇ મેહરબાની કરી કોઇ વચ્ચે બોલશો નહી...આ અઠવાડિયાથી ભાષણ તૈયાર કરુ છુ ને તમે વચ્ચે બોલો તો હું ભુલી જાઉ છું...

તમ તમારે પતાસા ખાઉં ને શાંતિથી હુ બોલુ તે સાંભળો....છતાં પણ પેલા નો ડાહ્યાલાલનો સણસણતો સવાલ સાંભળી ડાહ્યાલાલ ગોટે ચડ્યા...એમની ચંડાલ ચોકડીમાંથી એક બોલ્યો કે હવે લુખો લુખો પ્રચાર કરો મા કલાક થવા દો અમને પબ્લિક એમ કે સે...ડાહ્યાલાલે તો છુટ્ટા હાથે પૈસાની રેલમછેલ કરવા માંડી....નેતા બનવામાં ડાહ્યાલાલને ખબર જ ના પડી ક આખી જીંદગીની કમાણી આ નેતાગીરીમાં ક્યારે સમાઇ...

ચુંટણી પરિણામ આવું ત્યારે ખબર પડે કે લોકો પૈસા ખાઇ ગયા...દાગીનાવાળાનો ચહેરો જોયો હોય તો કાળો ભટ્ટ થઇ ગયો... એમને કાપ્યા હોય તો લોહી ના આવે તેવા થઇ ગયા....ડાહ્યાલાલ તમે આવેલા પડ્યા છો ની જગ્યાએ કાલી પડ્યા છો જેવી પરિસ્થિતી થઇ ગઇ....અફસોસ તો એ વાત નો હતો કે...આખા મતવિસ્તાર માંથી ડાહ્યાલાલને 200 મત મળ્યા અને એમના વોર્ડમાંથી 4 મત...જ્યારે ડાહ્યાલાલનો પરિવારના સભ્યોની સંખ્યા 6 છે...કોઇ બુજુર્ગે આવી ને કહ્યું અલ્યા ડાયલા છાનો માનો પતાસા વેસી ખા...ને ઘરનો ધંધો હંભાળ....નેતાગીરીમા કઇ નૈ ભાળે બસ આવી જ પરિસ્થિતી આજે સર્જાણી છે...આજે ગામે ગામ ડાહ્યાલાલ જોવા મળશે...પણ શુ થાય ચુંટણી છે ને ભાઇ....

lok-sabha-home

English summary
Gujarat assembly election 2012 is going on. let's enjoy some light parody about election and candidate's situation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more