ગુજરાતના 10 નવા ચૂંટાયેલા રાજ્ય મંત્રીઓ કોણ છે જાણો અહીં

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે 10 નેતાઓએ રાજ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. મંગળવારે ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત 18 જેટલા મુખ્યમંત્રી અને અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ 10 જેટલા નવા રાજ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રાજ્યમંત્રીઓમાં વિભાવરી દેવી એક માત્ર મહિલા નેતા હતા. એટલું જ નહીં રૂપાણી સરકારના સમગ્ર મંત્રીમંડળમાં વિભાવરીબેન એક માત્ર મહિલા નેતા પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે નવા શપથ લીધાના રાજ્યકક્ષાના મંત્રીઓ કોણ છે. તેમની શૈક્ષણિક લાયકાત શું છે કે અંગે વિગતવાર જાણો અહીં.

પરબતભાઇ પટેલ

પરબતભાઇ પટેલ

પરબત ભાઇ પટેલ ગુજરાતની નવી સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધી છે. બનાસકાંઠાની થરાદ બેઠકથી જીતેલા પરબત ભાઇ ઉત્તર ગુજરાતના કદાવરપાટીદાર નેતામાંથી એક છે. ઉલ્લેખનીય છે કે પાંચમી વાર પરબત ભાઇ પટેલ વિધાયક બની રહ્યા છે. 1985માં પરબતભાઇ પહેલી વાર વિધાયક બન્યા હતા.

પરસોત્તમભાઇ સોલંકી

પરસોત્તમભાઇ સોલંકી

પરસોત્તમભાઇ સોલંકી ભાવનગર ગ્રામ્યથી જીત્યા હતા. કોળી સમાજના મોટા નેતા તેવા સોલંકી ભાજપના જૂના નેતાઓમાંથી એક છે. ઇલેક્ટ્રિકલ એન્જનિયરિંગનું ભણેલા સોલંકી પાંચમી વાર મોટું પદ મેળવી રહ્યા છે. મુંબઇની અંધેરીમાં જન્મેલા સોલંકીએ ભાજપના વિશ્વાસુ નેતામાંથી એક મનાય છે.

બચુભાઇ ખાબડ

બચુભાઇ ખાબડ

બચુભાઇ ખાબડને પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 11 ધોરણ પાસ બચુભાઇ દેવગઢ બારીયાની જીતીને આવ્યા છે. તેને કોળી સમાજ વગદાર નેતા તરીકે પણ જોવામાં આવે છે.

ઇશ્વરસિંહ પટેલ

ઇશ્વરસિંહ પટેલ

આ વખતની રૂપાણી સરકારમાં પણ પટેલો દબદબો સાફ દેખાઇ રહ્યો છે. અંકલેશ્વરની બેઠક પરથી જીતેલા ઇશ્વરભાઇ ગ્રેજ્યુએટ છે. નોંધનીય છે કે ગત સરકારમાં પણ ઇશ્વરભાઇ રાજ્યમંત્રી હતા.

વાસણ આહિર

વાસણ આહિર

અંજારના વાસણ આહિરને આ વખતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પદ આપવામાં આવ્યું છે. તેમણે વી.કે.હુંબલને 11313 મતે હરાવ્યા હતા. 7 ધોરણ પાસ વાસણ ભાઇ ભાજપના જૂના નેતાઓમાંથી એક છે. 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર વાસણ ભાઇના પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. જો કે તેમની પર કોઇ અપરાધિક કેસ નથી.

રમણ પાટકર

રમણ પાટકર

આદિવાસી સમાજના નેતા તેવા ઉમરગામ બેઠકછી 41690 મતોથી જીતીને આવેલા રમણ પાટકર 8મું ધોરણ પાસ છે.

વિભાવરીબેન દવે

વિભાવરીબેન દવે

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સમાવિષ્ટ એક માત્ર મહિલા રાજયકક્ષાના મંત્રી છે વિભાવરીબેન દવે. બ્રાહ્મણ જ્ઞાતિના વિભાવરીબેન ભાવનગર પૂર્વથી જીતીને આવ્યા છે. તેમણે ભાવનગરમાં નીતાબેનને 22442 મતે હરાવ્યા છે. ગ્રેજ્યુએટ જેવા વિભાવરીબેન ભાજપના જૂના નેતામાંથી એક છે.

કુમાર કાનાણી

કુમાર કાનાણી

9મું ધોરણ પાસ તેવા પટેલ જ્ઞાતિના કુમાર કાનાણીએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. વરાછા રોડની બેઠક પર તેમણે ધીરુ ગજેરાને 13998 મતોથી હરાવ્યા છે.

પ્રદીપસિંહ

પ્રદીપસિંહ

ગત કેબિનેટમાં ગૃહપ્રધાન રહી ચૂકેલા પ્રદીપસિંહને આ વખતે વટવામાં શરૂઆતમાં વિરોધ વેઠવો પડ્યો હતો. વટવાથી જીતેલા પ્રદીપભાઇ બીએસસી કેમસ્ટ્રી સાથે ભણેલા છે. 55 વર્ષીય પ્રદીપભાઇને મોદી અને શાહના ખાસ મનાય છે. સાથે જ ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે.

જયદ્રથસિંહ પરમાર

જયદ્રથસિંહ પરમાર

જયદ્રથસિંહ પરમાર હાલોલ બેઠક પરથી 57034 મતે જીતીને આવ્યા છે. ક્ષત્રિય સમાજના મોટા નેતા તેવા જયદ્રથસિંહ પરમાર એલએલબી સુધી ભણેલા છે. વડોદરામાં જન્મેલા જયદ્રથસિંહ 2002માં પહેલીવાર વિધાનસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તે પહેલા પણ ભાજપની સરકારના મંત્રી પદને માણી ચૂક્યા છે.

English summary
List of Gujarat minister of state, who took oath today. Know more about them here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.