ભુજના વોર્ડનં 1માં ગટર અને કચરાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
વરસાદની સિઝનમાં રોડરસ્તા અને ગટરની હાલત હંમેશા ખરાબ જ રહે છે, એ માટે સત્તાધારી પક્ષ જવાબદાર છે કે મેધરાજાની મહેરબાની? સત્તા પર બેઠેલા બાબુઓ ગ્રાન્ટ પાસ કરવાની ભ્રષ્ટાચારની દાનત ધરાવતા હોય તો વિકાસ થવો શક્ય નથી અને સ્થાનિકોની સમસ્યા યથાવત રહે છે. કંઇક આવુ જ થઇ રહ્યું છે ભૂજના વોર્ડ નં 1ના સ્થાનિકો સાથે...

ભૂજ નગરપાલિકાના વોર્ડ નં 1માં આવેલા અમરનગર ખાતે ગટર અને કચરાની સમસ્યાએ માઝા મૂકી છે. અહિંયા ગટર છાસવારે ઉભરાય છે. જેનું પાણી રસ્તા પર જમા થઇ જતું હોવાથી આસપાસના વિસ્તારોમાં તીવ્ર વાસ આવે છે. આ ગંદા પણીના કારણે સ્થાનિક લોકો રોગચાળાના જોખમ હેઠળ જીવી રહ્યા છે.
ગટર અને કચરાની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતા કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી. જે કારણે સ્થાનિક લોકો અને કોંગ્રેસના નગરસેવકો દ્વારા ભાજપના સત્તાધારી નગરસેવકો ભ્રષ્ટાચાર આદરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.