Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘ભાજપમય’ ભરૂચમાં કોંગ્રેસ ફરી થશે ધ્વસ્ત કે કરશે ઉદય?

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે 2 જ દિવસ બાકી છે. આજે સાંજે એટલે કે 28 એપ્રિલે ગુજરાતમાં પ્રચારના પડઘમ શાંત થઇ જશે. દેશની બન્ને ટોચની પાર્ટી મતદાતાઓને રીઝવવા માટે તમામ પ્રકારના રાજકીય કાવાદાવાઓનો ઉપયોગ કરી રહી છે. ક્યાંક વિકાસની વાતો તો ક્યાંક પરિવાર વાદની વાતો કરીને લોકની સમક્ષ એક બીજાને ખુલ્લા પાડવાના રાજકારણ વચ્ચે ગુજરાત 30મી એપ્રિલે મતદાન કરીને પોતાનો ઝુકાવ કઇ પાર્ટી તરફ છે તે જણાવી દેશે. જે 16મી મેના રોજ દેશને માલુમ પડશે.

આજે ભરૂચ બેઠક અંગે વાત કરીએ તો આ બેઠક આદિવાસી અને મુસ્લિમ મતદાતાઓની બેઠક તરીકે જાણીતી છે. આ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદાતાઓની સંખ્યા અન્ય જ્ઞાતિઓ કરતા વધારે છે. ત્યારે ચોક્કસપણે બન્ને પક્ષના ઉમેદવારે આ બેઠક પર વિજયી થવા માટે ઉક્ત બન્ને જાતિ માટે વિશેષ વિકાસલક્ષી યોજના અને વ્યૂહરચના બનાવવી પડશે. તેમ છતાં આ બેઠકના ઇતિહાસ પર એક નજર ફેરવવામાં આવે તો આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ 1989માં કોંગ્રેસના અહેમદ પટેલને ભાજપના ચંદુભાઇ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

1989થી શરૂ થયેલો ભાજપનો વિજયનો સિલસિલો 2009 સુધી યથાવત રહ્યો છે. કોંગ્રેસ અનેક ઉમેદવારો બદલ્યા હોવા છતાં પણ તેને વિજય મળી શક્યો નથી. 1999થી આ બેઠક પર મનસુખભાઇ વસાવાને ભાજપ ઉમેદવાર તરીકે ઉભા રાખતા આવ્યો છે અને તેઓ વિજયી બન્યા છે, આ વખતે દેશભરમા મોદીની લહરે છે અને તેમના વિજય ટ્રેકને જોઇને ભાજપે મનસુખભાઇ વસાવા પર પોતાના વિશ્વાસનો કળશ ઢોળ્યો છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક અંગે આછેરી માહિતી મેળવીએ.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો

આ બેઠક પર ભાજપે પોતાના સિટિંગ એમપી મનસુખભાઇ વસાવાને ઉભા રાખ્યા છે. જે છેલ્લી ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસે જયેશ પટેલને ઉભા રાખ્યા છે. જયેશ પટેલ ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ તેમને વિજય મળ્યો નથી. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ જયેન્દ્ર સિંહ રાણાને ઉભા રાખ્યા છે.

આ બેઠકના મતદાતાઓના પ્રશ્નો

આ બેઠકના મતદાતાઓના પ્રશ્નો

આ બેઠકની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક પ્રદૂષણ, રેતી અને ખનીજ ખનન, ડ્રેનેજ, માર્ગ, પીવાના પાણી સહિતની સમસ્યાઓ અહીના લોકોને સતાવી રહી છે.

કઇ જ્ઞાતિના કેટલા મતદારો

કઇ જ્ઞાતિના કેટલા મતદારો

આ બેઠકના મતદાતાઓ અંગે વાત કરવામાં આવે તો આ બેઠકમાં સૌથી વધારે મતદાતાઓ આદિવાસી અને મુસ્લિમ છે. આ બેઠક પર 4.50 લાખ આદિવાસી અને 3.50 લાખ મુસ્લિમ મતદાતાઓ છે. ત્યારબાદ 1.50 લાખ કોળી પટેલ અને 1.25 લાખ પટેલ મતદાતાઓ છે. આ બેઠક પર ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા 80 હજારની આસપાસ છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1951
કોંગ્રેસઃ- ચંદ્રશેખર ભટ્ટ- 98835
અપક્ષઃ- ઇન્દુલાલ યાજ્ઞિક- 62461
તફાવતઃ- 36374

1957
કોંગ્રેસઃ- ચંદ્રશેખર ભટ્ટ- 118054
અપક્ષઃ- સુરેશ દેસાઇ- 100328
તફાવતઃ- 17726

1962
કોંગ્રેસઃ- છોટુભાઇ પટેલ- 130060
સ્વતંત્રઃ- લિલાવતી મુંશી- 102023
તફાવતઃ- 28037

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1967
કોંગ્રેસઃ- એમબી રાણા- 134148
સ્વતંત્રઃ- યુએન મહિડા- 96291
તફાવતઃ- 37857

1971
કોંગ્રેસઃ- ટીએન મુંશી- 159217
એનસીઓઃ- ગુલામ મોહમ્મદ સુલેમાન- 106085
તફાવતઃ- 53132

1977
કોંગ્રેસઃ- અહેમદભાઇ પટેલ- 189815
બીએલડીઃ- ઉનિયા સુલેમાન એસુફ- 126936
તફાવતઃ- 62879

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1980
કોંગ્રેસઃ- અહેમદભાઇ પટેલ- 212847
જનતા પાર્ટીઃ- ચંદુભાઇ દેશમુખ- 130003
તફાવતઃ- 82844

1984
કોંગ્રેસઃ- અહેમદભાઇ પટેલ- 271458
જનતા પાર્ટીઃ- ચંદુભાઇ દેશમુખ- 148389
તફાવતઃ- 123069

1989
ભાજપઃ- ચંદુભાઇ દેશમુખ- 360381
કોંગ્રેસઃ- અહેમદભાઇ પટેલ- 245046
તફાવતઃ- 115335

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- ચંદુભાઇ પટેલ- 248437
કોંગ્રેસઃ- અહેમદભાઇ પટેલ- 226264
તફાવતઃ- 22173

1996
ભાજપઃ- ચંદુભાઇ દેશમુખ- 160700
જીએવીપીઃ- છોટુભાઇ વસાવા- 136874
તફાવતઃ- 23826

1998
ભાજપઃ- ચંદુભાઇ દેશમુખ- 222981
કોંગ્રેસઃ- ઇક્બાલ કાકુજી- 211372
તફાવતઃ- 11609

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- મનસુખભાઇ વસાવા- 290195
કોંગ્રેસઃ- અમરસિંહ વસાવા- 243055
તફાવતઃ- 47140

2004
ભાજપઃ- મનસુખભાઇ વસાવા-299630
કોંગ્રેસઃ- મોહમ્મદ પટેલ- 227428
તફાવતઃ- 72202

2009
ભાજપઃ- મનસુખભાઇ વસાવા- 311019
કોંગ્રેસઃ-અઝીઝ ટંકારવી- 283787
તફાવતઃ- 27232

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X