જુનાગઢમાં જામશે કોળી વિરુદ્ધ કોળીનો જંગ, કોણ મારશે બાજી?
ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તને હવે 9 દિવસનો સમય જ રહી ગયો છે. રાજ્યભરમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો કોને મળશે તેનું ગણીત રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તો દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોને વિજયી બનાવવામાં લાગી ગઇ છે. દેશમાં એક તરફ મોદીની લહેર છે અને મોદી રાજ્યના મુખ્યમંત્રી હોવાના કારણે ગુજરાતમાં ભાજપ સારો દેખાવ કરશે તેવી આશા રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તેમજ જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યાં છે, તેમાં પણ ગુજરાતમાં ભાજપ 20 કરતા વધુ બેઠકો મેળવશે તેવો અદાંજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જુનાગઢ બેઠકનો ચિતાર કેવો છે, તેના પર નજર ફેરવીએ.
જુનાગઢ બેઠકની વાત કરવામાં આવે તે આ બેઠક પર ખરાખરીનો જંગ બન્ને કોળી ઉમેદવારો વચ્ચે છે. જેમાં મુસ્લિમ અને દલિત મતદાતાઓ બાજી સુધારી અને બગાડી શકે છે. કારણ કે આ વિસ્તારમાં સૌથી વધારે મતદાતાઓ જો કોઇ જ્ઞાતિઓના હોય તે તે ઉક્ત ચાર જ્ઞાતિ છે. ભાજપે અને કોંગ્રેસે કોળી ઉમેદવારને ઉભો રાખીને ચોક્કસ જ્ઞાતિના મતોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ સાથે જ લેઉવા પટેલ, દલિતો અને મુસ્લિમોની સાથોસાથ અન્ય જ્ઞાતિઓ કોના પક્ષમાં મતદાન કરશે તે 16 મેના રોજ માલુમ પડી જશે.
વાત બેઠકના ઇતિહાસ પર કરવામાં આવે તો આ બેઠક 1991થી 1999 સુધી ભાજપનો ગઢ રહી હતી અને 2009માં પણ આ બેઠક પર ભાજપના ઉમેદવારે વિજયી કેસરિયો લહેરાવ્યો હતો. આ પહેલા ક્યારેક કોંગ્રેસના ઉમેદવારો વિજયી થતા હતા તો ક્યારેક સ્વતંત્ર ઉભા રહેલા ઉમેદવારો વિજય નિશ્ચિત કરતા હતા. 1991માં ભાજપે બેઠક પર ભાવનાબેન ચિખલિયાને ઉતાર્યા હતા અને તેઓ વિજયી થયા બાદ આ બેઠક ભાજપનો ગઢ બની ગઇ હતી. ભાવનાબેન આ બેઠક પર 1991થી 1999 સુધી વિજયી થયા હતા, પરંતુ 2004માં કોંગ્રેસના જશુ બારડ સામે તેમનો પરાજય થયો હતો. 2009માં ભાજપે દિનુ બોધા સોલંકીને ઉભા રાખ્યા હતા અને તેઓ વિજયી થયા હતા. આ વખતે ભાજપે રાજેશ ચુડાસમા પર દાવ ખેલ્યો છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક અંગે આછેરી માહિતી મેળવીએ.
ભાજપના ઉમેદવાર
ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કહ્યું કે, આ એક કોસ્ટલ વિસ્તાર છે અને અહી સારા પોર્ટની જરૂર છે. જો હું વિજયી થયો તો અહી આ સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારને મનાવીશ. સોમનાથ અને ગીર પ્રવાસીઓને આકર્ષે તેવા પ્રવાસન સ્થળો છે, પરંતુ અહી નબળી ટ્રેન કનેક્ટિવિટી છે. પ્રવાસનને મહત્વ આપવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસના ઉમેદવાર પુંજા વશે કહ્યું કે, અહી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે, વોટર ટ્રીટમેન્ટ માટે સારા પ્રોજેક્ટની જરૂર છે. આ વિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચી રહી નથી. હું સાંસદ બન્યો તો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ અહીના ખેડૂતોને મળશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના ઉમેદવાર અતુલ સેખડાએ કહ્યું કે આ વિસ્તારને યોગ્ય પાણીની સુવિધા અને કેન્ટક્ટિવિટી આપવી એ મારી પ્રાથમિકતા રહેશે. સિંહો દ્વારા કરવામાં આવતા હુમલામાં માર્યા જતા ખેડૂતોને વળતર મળવું જોઇએ અને તેમને આ વળતર ચૂકવવા માટે સરકાર પર દબાણ કરીશ.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ
જ્ઞાતિ આધારિત મતદાતાઓની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં સૌથી વધારે મતદાતા કોળી અને પટેલ છે, ત્યારબાદ મુસ્લિમ અને દલિત મતદાતાઓ આવે છે. આ વિસ્તારમાં 16.91 ટકા કોળી, 11.50 ટકા લેઉવા પટેલ અને 10.83 ટકા મુસ્લિમ મતદાતાઓ છે. ત્યારબાદ 8.11 ટકા દલિત, 6.63 ટકા કારડિયા, 6.16 ટકા આહિર, 3.04 ટકા બ્રાહ્મણ અને 2.71 ટકા કડવા પટેલ મતદાતાઓ છે.

પરિણામ પર એક નજર
1962
કોંગ્રેસઃ- ચિંતરંજન રાજા- 123288
અપક્ષઃ- વાનીભાઇ આર્ય- 55598
તફાવતઃ- 67690
1967
સ્વતંત્રઃ- વીજે શાહ- 108303
કોંગ્રેસઃ- સીઆર રાજા- 97417
તફાવતઃ- 10886
1971
કોંગ્રેસઃ- નાનજીભાઇ વેકરિયા- 107471
એનસીઓઃ- વિરેન્દ્રકુમાર શાહ- 52941
તફાવતઃ- 54530
1977
બીએલડીઃ- નરેન્દ્ર નથવાણી- 167567
કોંગ્રેસઃ- રતુભાઇ અદાણી- 155714
તફાવતઃ- 11853

પરિણામ પર એક નજર
1980
કોંગ્રેસઃ- મોહનલાલ પટેલ- 159923
જનતા પાર્ટીઃ- વિરેન્દ્ર શાહ- 149142
તફાવતઃ- 10781
1984
કોંગ્રેસઃ- મોહનભાઇ પટેલ- 188441
જનતા પાર્ટીઃ- રમણિકભાઇ ધામી- 156498
તફાવતઃ- 31943
1989
જનતાદળઃ- ગોવિંદલાલ સેખડા- 270966
કોંગ્રેસઃ- મોહનલાલ પટેલ- 162939
તફાવતઃ- 108027

પરિણામ પર એક નજર
1991
ભાજપઃ- ભાવનાબેન ચિખલિયા-195821
જનતાદળઃ- ગોવિંદભાઇ સેખડા- 117381
તફાવતઃ- 78440
1996
ભાજપઃ- ભાવનાબેન ચિખલિયા- 202748
કોંગ્રેસઃ- ગોવિંદભાઇ સેખડા- 94076
તફાવતઃ- 108672
1998
ભાજપઃ- ભાવનાબેન ચિખલિયા- 318667
કોંગ્રેસઃ- જેઠાલાલ જોરા- 228356
તફાવતઃ- 90311

પરિણામ પર એક નજર
1999
ભાજપઃ- ભાવનાબેન ચિખલિયા- 266809
કોંગ્રેસઃ- પેથલજી ચાવડા- 219961
તફાવતઃ- 46848
2004
કોંગ્રેસઃ- જશુભાઇ બારડ- 329712
ભાજપઃ- ભાવનાબેન ચિખલિયા- 288791
તફાવતઃ- 40921
2009
ભાજપઃ- દીનુ બોઘા સોલંકી- 355335
કોંગ્રેસઃ- જશુ બારડ- 341576
તફાવતઃ- 13759
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?






Click it and Unblock the Notifications
