રાજકોટમાં ક્રાઇમની દસ્તક એક તરફ હત્યા બીજી તરફ લાખોની લૂંટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટમાં શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમ દસ્તક આપી રહ્યું છે. શહેરમાં 12 કલાકમાં લૂંટ અને હત્યાનો બનાવ બનતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. એક સામાન્ય અકસ્માતના પગલે ભગવતીપરામાં પાંચ શખ્સોએ છરીના બે ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી દીધી હતી, તો બીજી તરફ સવારે 75 લાખાના સોનાની લૂંટ થઇ હતી. જેના કારણે પોલીસ કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતમાં આઇટીનું મેગા ઓપરેશન

સુરતમાં આઇટીનું મેગા ઓપરેશન

સુરત શહેરમાં આઇટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના વડોદરા, અમદાવાદ અને રાજકોટના અધિકારીઓ દ્વારા આ સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના 50 જેટલા સ્થળો પર હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અંદાજે 100 જેટલા અધિકારીઓ જોડાયા છે. જેના લઇને શહેરના ઉદ્યોગજગતમાં ફફડાટ ફેલાયો છે. સર્વે દરમિયાન કેટલું કાળુ નાણું ઝડપાશે તે કામગીરી પૂર્ણ થયા બાદ જાણવા મળશે.

રાજકોટમાં એક તરફ હત્યા બીજી તરફ 75 લાખના સોનાની લૂંટ

રાજકોટમાં એક તરફ હત્યા બીજી તરફ 75 લાખના સોનાની લૂંટ

રાજકોટમાં શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમ દસ્તક આપી રહ્યું છે. શહેરમાં 12 કલાકમાં લૂંટ અને હત્યાનો બનાવ બનતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. એક સામાન્ય અકસ્માતના પગલે ભગવતીપરામાં પાંચ શખ્સોએ છરીના બે ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી દીધી હતી, તો બીજી તરફ સવારે 75 લાખાના સોનાની લૂંટ થઇ હતી. જેના કારણે પોલીસ કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.

ભરૂચઃ એક તરફા પ્રેમમાં કરી માસૂમની હત્યા

ભરૂચઃ એક તરફા પ્રેમમાં કરી માસૂમની હત્યા

ભરૂચના વાલિયા તાલુકાના ભિલોડ ગામે પરિણીતાના એક તરફા પ્રેમમાં એક યુવકે તેના મિત્રો સાથે મળી પરિણીતાના પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પાંચ વર્ષીય બાળકના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલતા ભરૂચ એલસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એ વાતનો ખુલાસો થયો હતો કે, યુવકે એક તરફા પ્રેમમાં માસૂમની હત્યા કરી હતી. નોંધનીય છે કે, પાંચ વર્ષીય મુકેશનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.

રાજકોટઃ અર્ધનગ્ન અવસ્થામાં મહિલા રસ્તા પર ફરી

રાજકોટઃ અર્ધનગ્ન અવસ્થામાં મહિલા રસ્તા પર ફરી

સોશિયલ નેટવર્કિંગ એપ્સ વોટ્સએપ પર રાજકોટની એક મહિલાની ફરતી થયેલી ક્લિપે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. રાજકોટના કાલાવાડ રોડ પાસે અન્ડર બ્રિજ પર એક 35 વર્ષિય મહિલા રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ વીરબાઇ મહિલા કોલેજ તરફથી એલઆઇસી બિલ્ડીંગ તરફ જવા નીકળી હતી. જેનો જોઇને લોકોની આંખો ચાર થઇ ગઇ હતી.

English summary
youth killed by five person and other incident 75 lac cost gold looted in city. here is the top news of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.