For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હાલ રાજ્ય સહિત સમગ્ર દેશ ભારે વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ કોરો ગયા બાદ ભાદરવામાં મેઘ મન મૂકીને વરસી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. બંગાળની ખાડીની રિલે લો પ્રેસર સિસ્ટમથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને વરસાદનો ફાયદા થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલ રાજ્ય સહિત સમગ્ર દેશ ભારે વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ કોરો ગયા બાદ ભાદરવામાં મેઘ મન મૂકીને વરસી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. બંગાળની ખાડીની રિલે લો પ્રેસર સિસ્ટમથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને વરસાદનો ફાયદા થયો છે.

તારીખ 23થી 30 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ફાયદાકારક વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે.

rain

ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બુધવારથી જ દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ તમામ રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કર્યું છે.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

IMDના લેટેસ્ટ ટ્વીટ મુજબ, યમુનાનગર, કુરુક્ષેત્ર, કૈથલ, નરવાના, કરનાલ, રાજૌડ, અસંધ, સફિદોન, બરવાળા, જીંદ, પાણીપત, ચરખી-દાદરી, બાવલ (હરિયાણા),તિજારા, ખેરથલ (રાજસ્થાન) કરનાલ, બરવાળા, જીંદ (હરિયાણા), ઉત્તર-પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી (બુરારી, કરાવાલ નગર, સિવિલ લાઇન્સ, દિલશાદ ગાર્ડન, સીમાપુરી,વિવેક વિહાર) વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

વીજળી પડવાની પણ સંભાવના

વીજળી પડવાની પણ સંભાવના

ગુજરાત, બંગાળ, યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ભારે વરસાદ થશે અને આ દરમિયાન ઘણી જગ્યાએ જોરદાર પવન અને વીજળી પડવાની સંભાવના છે.

શું કહે છે હવામાન વિભાગ?

શું કહે છે હવામાન વિભાગ?

હવામાન વિભાગે 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરાખંડ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ઉત્તર રાજ્યોમાં વાવાઝોડાની આગાહી કરી છે. આ સાથેહવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર પ્રવર્તે છે, જેના કારણે દક્ષિણ બંગાળ, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી, ઝારખંડ, ઓડિશા,છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે.

ઓડિશામાં ભારે વરસાદની આગાહી

ઓડિશામાં ભારે વરસાદની આગાહી

સ્કાયમેટ અનુસાર આજથી આગામી બે દિવસમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છેઅને તેના કારણે અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સામાન્ય કરતા 27 ટકા વધુ વરસાદ

સામાન્ય કરતા 27 ટકા વધુ વરસાદ

હાલમાં સપ્ટેમ્બરમાં સમગ્ર દેશમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા 27 ટકા વધારે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, સપ્ટેમ્બરમાં વરસાદની સિઝન ચાલુ રહેશે અનેતેના કારણે આ ચોમાસા લંબાશે.

English summary
Saurashtra, Gujarat and Kutch have benefited from the relay low pressure system in the Bay of Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X