અડગ ગુજરાતની અડગ બહેનોને મારા નમસ્કાર: સુષ્મા સ્વરાજ

Posted By:
Subscribe to Oneindia News

આજે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અમદાવાદની મુલાકાતે છે. આજે બપોરે 2 વાગે તેમણે ટાઉન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યા હતો. ભાજપ દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના ટાઉન હોલ ખાતે આ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુષ્મા સ્વરાજ વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાતની 150 થી વધુ જગ્યાઓ પર એક લાખથી વધુ મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સુષ્મા સ્વરાજે ગુજરાતની મહિલાના વખાણ કરતા કહ્યું હતું કે અડગ ગુજરાતની અડગ બહેનોને મારા નમસ્કાર. આ સાથે જ તેમણે તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી.

Sushma Swaraj

ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભૂતપૂર્વ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જોડાયા હતા. આ પ્રસંગે તેમણે દંગલ ફિલ્મથી લઇને રાહુલ ગાંધી અને એનઆરઆઇ વોટિંગ પર પણ ટિપ્પણી કરી હતી. ત્યારે જાણો સુષ્મા સ્વરાજે તેમના ટાઉન હોલની બેઠકમાં શું કહ્યું હતું...

દંગલ ફિલ્મનો ડાયલોગ

સુષ્મા સ્વરાજને જ્યારે એક મહિલાએ સ્ત્રીઓ ક્યારે પુરુષ સમોવડી બનશે તેમ પુછ્યું તો તેના જવાબમાં તેમણે આમીર ખાનની ફિલ્મ દંગલને યાદ કરી હતી. તેમણે કહ્યું કે મહિલાઓને આ માટે માઇન્ડ સેટ બદલવો પડશે. તેમણે કહ્યું કે દંગલમાં એક ડાયલોગ છે જ્યાં આમીર કહે છે કે તું ચોક્કસથી જીતશે. જો તું વિચારશે કે તારી લડત સામે ઉભેલી તે છોકરીથી નથી પણ તે તમામ લોકોથી છે જેમનું માનવું છે કે તારે આ રમત ના રમવી જોઇએ. 

એનઆરઆઇ વોટ

એનઆરઆઇ વોટ મામલે જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે કેબિનેટમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. જેનાથી ટૂંક સમયમાં હવે એનઆરઆઇ પણ પ્રોક્સી વોટ નાખી શકશે. આ માટે તેમને એક  ઓથોરિટી પેપર તેમના અહીંના સગાને મોકલવાનો રહેશે જ ે તેમના વતી તેમનો વોટ નાંખી શકે. 

ત્રણ તલાક

ત્રણ તલાકને આવતા કેમ 70 વર્ષ લાગ્યા તેવો સવાલ જ્યારે સુષ્માને પૂછવામાં આવ્યો તે તેમણે કહ્યું કે ત્રણ તલાકની આ લડાઇ 1300 વર્ષ જૂની છે. અને જ્યારે એક જાતિને વોટબેંક બનાવીને આ પર રાજનીતિ કરવામાં આવી ત્યારે આ લડાઇને લડવામાં આટલો સમય લાગી ગયો. વધુમાં તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજમાં જે સુધારકો આવ્યા તેમને પણ આ વોટબેંકની રાજનીતિ દબાવી દીધા.

Sushma Swaraj

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ પર બોલતા સુષ્મા સ્વરાજે જણાવ્યું કે ભાજપના રાજમાં મહિલા સશક્તિકરણ વધ્યું છે. યુપીએ સરકારમાં જે બે જ મહિલા કેબિનેટ મંત્રી હતા. ત્યાં ભાજપના કેબિનેટમાં 6 મહિલા કેબિનેટ મંત્રી છે. વધુમાં તેમણે ગુજરાતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર બોલતા જણાવ્યું કે ખાલી ગુજરાતમાં જ 142 યોજનાઓ છે જે ખાલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. સાથે જ તેમણે કહ્યું કે મુદ્રા યોજના અંતર્ગત 4 લાખ કરોડ રૂપિયાનું ઋણ 76 ટકા મહિલાઓને આપવામાં આવ્યું છે. આ તેમના આર્થિક સ્વાવલંબન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સ્ત્રીભ્રૂણ હત્યા એક સમસ્યા

સ્ત્રીભ્રૂણ હત્યા મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે જે દેશ વર્ષમાં 2 વાર નવરાત્રી ઉજવે અને છેલ્લા દિવસે કન્યાઓની પૂજા કરે, તે દેશમાં દીકરીઓનો ગર્ભપાત થાય તે ગંભીર સમસ્યા છે.

રાહુલ ગાંધી

 રાહુલ ગાંધી આરએસએસ અને શોર્ટ સ્કટ પર જે ટિપ્પણી કરી તે અંગે તેમને પૂછતા સુષ્માએ કહ્યું કે જો રાહુલ ગાંધી જે હવે ટૂંક સમયમાં પાર્ટી અધ્યક્ષ પણ બની શકે છે તે કક્ષાના વ્યક્તિએ મને વિનમ્રતાથી આ સવાલ પૂછ્યો હોત તો હું તેનો તર્ક સંગત જવાબ આપત. પણ તેમણે એટલા અભદ્રતાથી આ સવાલને સામે મૂક્યો છે કે આ અંગે કંઇક પણ કહેવાની મને હવે જરૂર નથી લાગતી. 

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ પર બોલતા સુષ્મા સ્વરાજે જણાવ્યું કે ભાજપના રાજમાં મહિલા સશક્તિકરણ વધ્યું છે. યુપીએ સરકારમાં જે બે જ મહિલા કેબિનેટ મંત્રી હતા. ત્યાં ભાજપના કેબિનેટમાં 6 મહિલા કેબિનેટ મંત્રી છે. વધુમાં તેમણે ગુજરાતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર બોલતા જણાવ્યું કે ખાલી ગુજરાતમાં જ 142 યોજનાઓ છે જે ખાલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. સાથે જ તેમણે કહ્યું કે મુદ્રા યોજના અંતર્ગત 4 લાખ કરોડ રૂપિયાનું ઋણ 76 ટકા મહિલાઓને આપવામાં આવ્યું છે. આ તેમના આર્થિક સ્વાવલંબન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સ્ત્રીભ્રૂણ હત્યા એક સમસ્યા

સ્ત્રીભ્રૂણ હત્યા મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે જે દેશ વર્ષમાં 2 વાર નવરાત્રી ઉજવે અને છેલ્લા દિવસે કન્યાઓની પૂજા કરે, તે દેશમાં દીકરીઓનો ગર્ભપાત થાય તે ગંભીર સમસ્યા છે.

English summary
Mahila TownHal With Sushma : Sushma Swaraj interacting with women today in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.