મહીસાગરના સંતરામપુરમાં બે જૂથો પથ્થરમારો, 10થી વધુ લોકો ઘાયલ
મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં બે સ્થાનિક જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. કાદરી મસ્જિદ વિસ્તારમાં થયેલા આ પથ્થરમારામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મુલતાની સમાજ અને ઘાંચી સમાજના લોકો વચ્ચે બની હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં વધી ગયો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ.

આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઈજાઓ ધરાવતા કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે અન્ય જગ્યાએ રિફર કરાયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સંતરામપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે ટોળાને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
