૨૦ રૂપિયા માટે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

મહેસાણા : મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં માત્ર ૨૦ રૂપિયાની લેવડ દેવડની નજીવી વાતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. બહુચરાજીમાં એક યુવકની માથું છુંદાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જે ઘટનાની પોલીસે તપાસ કરતા માત્ર ૨૦ રૂપિયાની લેવડ દેવડમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પત્નીના નિવેદન પરથી પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

murder

મળતી માહિતી મુજબ મહેસાણાના બહુચરાજીમાં ગત ૩૦ મે ના રોજ એક યુવકની અજાણ્યા શખ્સે હત્યા કરી માથું છુંદી નાખી લાશને ફેંકી દીધી હતી. મૃતક યુવકની ઓળખ થતા તે બળદેવજી ઠાકોર સીતાપુર ગામનો રહેવાસી હતો અને બહુચરાજીમાં દરજી કામ કરતો હતો. મૃતક વ્યક્તિ બળદેવજી ઠાકોર બહુચરાજી એસ.ટી.ડેપોમાં હતો. બળદેવજીએ ૨૦ રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થતા બળદેવજીએ અજયજીને લાફા માર્યા હતા. જેની અદાવત રાખીને અજયજી બળદેવજીને એદલા રોડ પર લઇ જઈ બળદેવજીના મોઢા પર પત્થરના ઘા મારી-મારી ને હત્યા કરી નાખી હતી.

English summary
Man killed other person just because he didn't give him 20 rs. Read more on this.
Please Wait while comments are loading...