For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2002ના રમખાણોમાં પરિવારના 10 લોકો ગુમાવનાર શખ્સ AIMIMમાં જોડાયો

2002ના રમખાણોમાં પરિવારના 10 લોકો ગુમાવનાર શખ્સ AIMIMમાં જોડાયો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 2002ના સાંપ્રદાયિક રમખાણોમાં ગુલબર્ગ સોસાયટીના જનસંહાર દરમ્યાન પોતાના પરિવારના10 સભ્યોને ગુમાવનાર વ્યક્તિ ઈમ્તિયાઝ ખાન પઠાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AIMIM સાથે જોડાયા છે. તેમણે કોંગ્રેસ પર દંગા પીડિત પરિવારનો મદદ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.

asaduddin owaisi

ઈમ્તિયાઝ ખાન પઠાણ ગુજરાત મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામા આવેલ SIT સામે જુબાની આપનાર મહત્વના સાક્ષી રહ્યા છે. તેઓ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબુલીવાલાની હાજરીમાં અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાં સામેલ થયા છે. નોંધનીય છે કે AIMIM પહેલીવાર ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે મળીને અમદાવાદ અને ભરૂચ શહેરમાં ચૂંટણી લડી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગોધરામાં ટ્રેન સળગાવી મારવાની ઘટના બાદ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી પર ભીડે 28 ફેબ્રુઆરી 2002ના રોજ હુમલો કરી દીધો હતો અને તેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એસાન જાફરી સહિત 69 લોકોનાં મોત થયાં હતાં.

આ રવિવારે અસાદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યુ્ં કે દેશના ખેડૂતોએ નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ કરી નાખી છે. ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી પહોંચ્યા અને આજે ભાજપના 300 સાંસદ પરેશાન છે. આ કામ તમારે ગુજરાતમાં પણ કરવું પડશે. તેમણે કહ્યું કે ગુજરાત ગાંધીનું છે અને ગાંધીનું જ રહેશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગાંધીથી વડા નેતા ના બની શકે.

Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભીGujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી

English summary
man who lost 10 family members in the 2002 riots joined AIMIM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X