સુરતઃ પરિણીતાએ 13માં માળેથી ઝંપલાવી કરી આત્મહત્યા

આ બનાવ અંગે વરાછા પોલીસે જણાવ્યા પ્રમાણે જોલી કોમ્પલેક્ષના 13માં માળેથી કૂદીને મહિલાએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી, સ્થાનિક રહિશો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે જઇ પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે, પરિણીતાના મોતનું કારણ હજુ જાણી શકાયું નથી. તેના પરિવારજનોની પૂછપરછ બાદ જાણવા મળશે.












Click it and Unblock the Notifications
