For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત દુષ્કર્મ પીડિતા બાળકી માટે ગીર સોમનાથમાં મૌન રેલી

સુરતઃ દુષ્કર્મ પીડિતા બાળકી આંધ્રપ્રદેશના પરિવારની હોવાના દાવા વચ્ચે ગીર સોમનાથમાં મૌન રેલી

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશનાં એક પરિવારે સુરત આવીને દાવો કર્યો છે કે સુરતની પીડીત બાળકી તેની છે. જો કે પોલીસે ડીએનએ ટેસ્ટ બાદ જ કોઈપણ નિર્ણય પર આવશે તેમ શહેર પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જણાવ્યું હતું.' ગત છઠ્ઠી એપ્રિલે સુરતનાં પાંડેસરા વિસ્તારમાંથી' અગિયાર વર્ષની બાળકીનો મૃતદેહ પોલીસને મળ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફોરેન્સીક ટેસ્ટ અને પીએમમાં બાળકી સાથે બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે. બાળકીનાં શરીર પર અનેક ઈજાના નિશાનો હતાં તેમજ ગુપ્તાંગમાં પણ લાકડીનાં ઘા માર્યા હોવાનું ફોરેન્સીક તપાસમાં બહાર આવ્યું હતું.

રાજ્ય સરકાર પર આ મુદે્ ઝડપથી કાર્યવાહી કરવાનું દબાણ

રાજ્ય સરકાર પર આ મુદે્ ઝડપથી કાર્યવાહી કરવાનું દબાણ

કઠુઆ કાંડ બાદ સુરત કાંડ પ્રકાશમાં આવતાં રાજ્ય સરકાર પર આ મુદે્ ઝડપથી કાર્યવાહી કરવાનું દબાણ હતું. પોલીસે પણ સતર્કતા દાખવીને ક્રાઈમ બ્રાન્ચ પાસે કેસની તપાસ શરૂ કરાવી હતી. બે જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાંઈ બહાર આવ્યું નથી. પરંતુ આજે આંધ્રપ્રદેશનાં એક પરિવારે પીડિત બાળકી તેની હોવાનો દાવો કર્યો હતો. પીડિત બાળકીની પિતા બાળકીનું આધાર કાર્ડ લઈને સુરત આવી પહોંચ્યા છે.

ફીંગર પ્રિન્ટનાં આધારે બાળકીની ઓળખ

ફીંગર પ્રિન્ટનાં આધારે બાળકીની ઓળખ

સુરત મહાનગરપાલિકની ટીમ પણ પોલીસ તપાસમાં સહકાર આપી રહી છે. આધારકાર્ડનાં ફીંગર પ્રિન્ટનાં આધારે બાળકીની ઓળખમાં મહત્વની સાબિત થશે તેમજ પોલીસે પિતા અને બાળકીનાં ડીએનએ ટેસ્ટ બાદ જ કોઈપણ નિર્ણય પર આવશે તેવું જણાવ્યું છે.

અપહરણ કરાયાની ફરિયાદ પિતાએ પોલીસને કરી હતી

અપહરણ કરાયાની ફરિયાદ પિતાએ પોલીસને કરી હતી

બાળકીનાં પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, બાળકી ગત ઓક્ટોબર માસથી લાપતા છે. તેનું અપહરણ કરાયાની ફરિયાદ પિતાએ પોલીસને કરી હતી. જો કે જ્યાં સુધી ડીએનએ ટેસ્ટનું પરિણામ આવશે નહિ ત્યાં સુધી પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી.

શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ય

શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ય

જોકે બાળકી સાથે થયેલા ઘાતકી કૃત્યને પગલે ઠેર ઠેર તેને ન્યાય અપાવવા તથા શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ય યોજાઈ રહી છે. પીડિત બાળકી કોઈ પણ ધર્મની હોય સૌ નાતજાત અને ધર્મના વાડા છોડીને આ બાળકીને ન્યાય અપાવવા કમર કસી રહ્યા છે.

ગીર સોમનાથમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મૌન રેલી

ગીર સોમનાથમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મૌન રેલી

ગીર સોમનાથનમાં કઠુઆ, ઉન્નાવ, સુરત, દ્વારકા અને રાજકોટમાં બાળકીઓ પર થયેલા આવા અત્યારચારન વિરોધમાં ગીર સોમનાથમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી. જેમાં કોંગી ધારાસભ્ય વિમલ .ડસામા ઉફરાતં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને આ ઘટનામાં આરોપીઓને કડક સજા મળે તેવું આવેદન પત્ર પણ કલેક્ટરને પાઠવ્યું હતું. તો અમદાવાદ, રાજકોટ , સુરત, જામનગર જેવા શહેરોમાં પણ આ પીડિતા બાળકીઓ માટે કેન્ડલ માર્ય આયોજિત કરવામાં આવી હતી અને અપરાધીઓને કડક સજા આપવાની માંગણી કરવામાં આવી હતી.

English summary
Maun rally in Gir Somnath for Surat gangrape victim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X