For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD ચૂંટણીમાં ભાજપે એક કાંકરે ત્રણ નિશાન સાધ્યા, AAP, ગુજરાતને...

એમસીડીની જીતની ભલે ભાજપ ઉજવણી ના કરી રહી હોય પણ ભાજપની આ રણનીતિ આવનારા દિવસોમાં ગુજરાતમાં કામમાં આવશે, કેમ વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં જે પરિણામો આવ્યો છે તે મુજબ ભાજપ 183 સીટોથી આગળ છે. તેના પછી 48 સીટો પર આપ અને 27 સીટો પર કોંગ્રેસ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા જ કોંગ્રેસ નેતાએ રાજીનામું આપી દીધુ છે તો બીજી તરફ ચાંદની ચોકની વિધાયક અલકા લાંબા પણ રાજીનામું આપવાની વાત ઉચ્ચારી છે. સાથે જ ઇવીએમ મશીનનો મુદ્દો પણ પાછો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો આ તરફ ભાજપનું કહેવું છે કે તે પોતાની આ જીતની ઉજવણી નહીં કરે કારણ કે નક્સલી હુમલામાં ભારતના 25 જવાનો શહીદ થયા છે. તેમને શ્રદ્ધાંજલી અર્પવા માટે તે આ ઉજવણી નહીં કરે.

Read also: MCD જીતની ઉજવણી નહીં કરે ભાજપ, શું છે કારણ?Read also: MCD જીતની ઉજવણી નહીં કરે ભાજપ, શું છે કારણ?

ચોક્કસથી ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત અને આપની જનતા પર પકડ ઓછી થવાનો ફાયદો ભાજપની આ ચૂંટણીમાં મળ્યો છે. ચલો, એક વાર ઈવીએમ પર દોષનો ટોપલો નાખી પણ દઇએ તો પણ ભાજપ ભલે એમસીડીની ઉજવણી ના કરતું પણ તેનું લક્ષ્ય વધુ એક મોટી ઉજવણી પર છે અને તે ઉજવણી છે ગુજરાત 150 પ્લસ સીટ...

ભાજપ

ભાજપ

ભાજપની હાલ પાંચેય આંગળી ઘીમાં છે. ઉત્તર પ્રદેશમાં મોટી જીત સાથે જ ચાર રાજ્યોમાં પણ ભાજપ પોતાની સરકાર લાવવામાં સફળ રહી. વળી તે પછી દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં પણ ભાજપને વિજયકૂચ તરફ છે. આ તમામ વાતનો ફાયદો તેને આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસથી થશે.

ગુજરાતમાં ભાજપ

ગુજરાતમાં ભાજપ

ગુજરાતમાં રાજકીય રીતે જોવા જઇએ તો કોંગ્રેસ સિવાય વિપક્ષમાં સમ ખાવા માટે પણ કોઇ રાજકીય પક્ષ ઊભો નથી. આમ આદમી પાર્ટી દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા વખતે આવનારા સમયમાં ગુજરાતમાં પણ આમ આદમી જોડાશે તેવી ચર્ચા હતી. પણ જે રીતે દિલ્હીના પરિણામો આવ્યા છે. તે જોતા એ વાત તો પાક્કી છે કે આપને હાલ તો પોતાનો ગઢ સાચવવાની ભારે જરૂર છે. ભાજપ દિલ્હીમાં જીત પછી આવનારા દિવસોમાં ભાજપને શાંતિથી શ્વાસ નહીં લેવા દે તે વાતમાં કોઇ શંકા નથી.

કોંગ્રેસ

કોંગ્રેસ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબ સિવાય તમામ પર કોંગ્રેસની હાર થઇ છે. તે પછી દિલ્હીની નગર નિગમની ચૂંટણીમાં પણ કોંગ્રેસ આપ કરતા પણ પાછળ છે. તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના પ્રભુત્તવની વાત કરીએ તો કોંગ્રેસ લાંબા સમયથી સત્તાની બહાર છે. કેન્દ્ર અને રાજ્ય બન્ને પક્ષે કોંગ્રેસ બહાર હોવાના કારણે તેની પાસે પોતાના પક્ષ સબળ રાખવા જોઇએ તેટલા મુદ્દા નથી જે બતાવી ચૂંટણી જીતી શકાય.

ભાજપ

ભાજપ

મતદારો માટે ભાગે ઘેંટાશાહી વિચારધારા અનુરૂપતા હોય છે તેવું આ પહેલાની અનેક ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે. એટલે કે બીજે બધે કોઇ એક પક્ષ જીતતો હોય તો લોકોનો ઝૂકાવ જે તે પક્ષ તરફ વધી જાય છે. વળી ગુજરાતમાં ભાજપ નહીં તો કોણ? કોઇ નવી દમદાર પાર્ટી હોવાની ખોટ પણ ભાજપનો જ ફાયદો કરાવશે. આમ ભાજપની આ ઉપરા ઉપરી જીત આવનારા સમયમાં ગુજરાતની ચૂંટણીમાં પણ એક રીતે ભાજપને ફાયદો કરાવશે તેવું સંભાવના રહેલી છે.

English summary
MCD Election will help BJP in Gujarat how read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X