For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે સતત સીઝફાયર તોડી રહ્યુ છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય

ભારતે ગુરુવારે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત સીઝફાયરનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતે ગુરુવારે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત સીઝફાયરનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. આની પાછળ તેનો હેતુ આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. ઘૂસણખોરી માટે પાક સેના સતત વસ્તીવાળા વિસ્તારોમાં ગોળીબાર કરતી રહે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે આ વર્ષે અત્યાર સુધી પાકિસ્તાનની સેના તરફથી 3800 વાર યુદ્ધવિરામનુ ઉલ્લંગન કરવામાં આવ્યુ છે.

mea

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી ઘણી વાર એલઓસી પાસે હથિયાર અને દારૂગોળો ફેંકવાની કોશિશો પણ થઈ છે. સીમાપારથી આતંકવાદ સાથે સાથે નશીલા પદાર્થોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે પાકિસ્તાન આતંકી સંગઠનો અને તેમના આકાઓ પર કાર્યવાહી નથી કરી રહ્યુ. મસૂદ અઝહર, દાઉત ઈબ્રાહીમ અને ઝકીઉર રહેમાન લખવી જેવા આતંકી અને ઘણા સંગઠન જેમને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી) પ્રતિબંધિત કરી ચૂકી છે, પાકમાં શરણ લીધેલી છે. એફએટીએફ બેઠકો વિશે અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે પાકિસ્તાને 27માંથી માત્ર 21 ઉપર કાર્યવાહી કરી છે. છ મહત્વપૂર્ણ કાર્યવાહીઓ બાકી છે.

વિદેશ મંત્રાલય તરફથી એ પણ માહિતી આપવામાં આવી છે કે ભારત અને અમેરિકા વચ્ચે થનારી ત્રીજી 2+2 મંત્રીસ્તરીય વાતટીત 27 ઓક્ટોબરે થશે. આમાં પારસ્પરિક હિતોના દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તારથી વિચાર કરવામાં આવશે. બંને પક્ષ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરશે. આ વાતચીતમાં ભારતનુ પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. શ્રીવાસ્તવે જણાવ્યુ કે અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયો પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ એનએસએ અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરશે. પોમ્પિયો અને એસ્પર 26-27 ઓક્ટોબરે ભારત પ્રવાસે હશે.

સરકાર પાસે દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચાડવાનુ બજેટઃ નાણા મંત્રાલયસરકાર પાસે દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચાડવાનુ બજેટઃ નાણા મંત્રાલય

English summary
MEA says Pakistani forces have carried out 3800 unprovoked ceasefire violations this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X