For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના નવા મેયર મીનાક્ષી પટેલ, ડે મેયર રમેશ દેસાઇ

|
Google Oneindia Gujarati News

amc
અમદાવાદ, 30 એપ્રિલ : આજે મંગળવારે અમદાવાદના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. મેયરપદ માટે મીનાક્ષીબહેન પટેલ જ્યારે નાયબ મેયર તરીકે રમેશભાઈ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. મીનાક્ષીબહેન પટેલ જોધપુર વોર્ડનાં કાઉન્સિલર છે જ્યારે રમેશભાઈ દેસાઈ અમરાઈવાડી વોર્ડનાં કાઉન્સિલર છે.

નામોની જાહેરાત કરાઈ એ પહેલા મ્‍યુનિસિપલ જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં મેયરપદે ભાજપના મહિલા કોર્પોરેટર મીનાક્ષીબહેન જ્યારે ડે.મેયર તરીકે રમેશભાઈ દેસાઈનાં નામ જાહેર કરાયા હતા.

અમદાવાદ શહેરના મેયર અને ડેપ્‍યુટી મેયરની અઢી વર્ષની મુદ્દત 30 એપ્રિલ, 2013ના રોજ એટલે કે આજે પૂર્ણ થતી હોવાથી સવારે 11 વાગ્‍યે મ્‍યુનિસિપલ જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં મેયરપદે ભાજપના મહિલા કોર્પોરેટરનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

પ્રતિષ્ઠિત મેયરપદ માટે ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરો વચ્‍ચે તીવ્ર સ્‍પર્ધા હતી. મેયર અસીત વોરા અને ડેપ્‍યુટી મેટર દર્શનાબહેન વાધેલાની મુદ્દત 30મી એપ્રિલે પૂર્ણ થાય છે. હવે બાકીના અઢી વર્ષ માટે મેયર પદ મહિલા માટે અનામત હોવાથી સત્તાધારી ભાજપના કોઈ મહિલા કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવી છે.

આ મહત્‍વકાંક્ષી પદ માટે ભાજપના પ્રતિભાબહેન જૈન, મીનાક્ષીબહેન પટેલ, બિજલબહેન પટેલ, નંદીનીબહેન પંડયાના નામો ચર્ચામાં હતા. જ્‍યારે ડેપ્‍યુટી મેયરપદે અનામત કેટેગરીના વસંત પરમાર, મહાદેવ દેસાઈ, રમેશ દેસાઈના નામો ચર્ચામાં હતા.

અલબત્ત સોમવારે રાત્રે ભાજપ હાઈકમાન્‍ડની બેઠક મળી હતી, જેમાં મેયર અને ડેપ્‍યુટી મેયરના નામો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આથી આજે તેની સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ પૂરી કરવાની રહી હતી. હાલમાં ભાજપના 151 કોર્પોરેટરોની સામે કોંગ્રેસના 38, અપક્ષ બે અને એનસીપીના એક કોર્પોરેટર હોવાથી ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહેશે.

English summary
Meenaxi Patel is new Mayor Ramesh desai new Dy mayor of Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X