દ્વારકાના ખીરસરા ગામે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સમગ્ર દેશમા કઠુઆ અને સુરતમા બનેલ દુષ્કર્મની અમાનુષી ઘટના સામે રોષ જોવા મળી રહ્યો છે, એવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવી જ એક દુષ્કર્મની ઘટના બની હતી. જેનોઆરોપી પકડાઈ જતા લોકોએ રોષભેર માંગણી કરી હતી કે આરોપીને લોકોના હવાલે કરી દેવામાં આવે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉભી થઈ હતી. આરોપી પર ફિટકાર વરસ્યો હતો.

dwarka rape

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખીરસરા ગામની પોતાના જ કુટુંબની 7 વર્ષની બાળકીને લલચાવી, ફોસલાવી એક શખ્સે તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ કર્યં હતું. ભોગ બનનાર બાળકીએ બાદમાં પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવાર દ્વારા આરોપી રાણા ઉર્ફે ધનું મેપા વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે ફરિયાદની જાણ થતા આરોપી ફરાર થઈ ગયો હતો.

જોકે પોલીસ બેડાએ આ અધમ શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી રાણા ઉર્ફે ધનુ મેપા વાઘ (ઉ.વ.4ર)ને કલ્યાણપુર પોલીસે ગોરાણા ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો અને. આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ પો.સબ ઇન્સ. એ.એન.જાડેજા, એ.એસ.આઇ. ડી.એસ.નકુમ ચલાવી રહ્યા છે.

ફરિયાદ બાદ તપાસ હાથ ધરતાં પોલીસે આઈ.પી. સેક્શન 376, 512 તેમજ પોસ્કો એકટ હેઠળ આરોપીની અટકાયત કરી છે. ઘટનાને પગલે જિલ્લામાં તથા આસપાસના ગામોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે આવા નરાધમ કૃત્ય આચરનારાને જીવતા ન છોડવા જોઈએ ઘટના કથુઆની હોય ઉનનાવ કે પછી સુરતની -બાળકીઓના માતા પિતા તેમજ બાળકીઓને ન્યાય અપાવવો હોય તો દ્વારિકાની જેમ જ પોલીસે સક્રિય બનવું પડશે તેવી પણ લોકલાગણી વ્યક્ત કરી હતી.

English summary
Men arrested for raping a 7-year-old girl in Khisarsa village of Dwarka

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.