અમુલના દુધના ભાવમાં લીટરે બે રૂપિયા સુધીનો વધારો

અમુલ દ્વારા ગોલ્ડમાં રૂપિયા બે સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય દુધની પ્રોડક્ટ્સ શક્તિ, તાઝા, સ્લિમ, ટી સ્પેશિયલ અને કાઉમાં એક રૂપિયા ભાવ વધારો ઝીંક્યો છે. આ ભાવવધારો સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં લાગુ પડશે.
નોંધનીય છે કે તમામ વસ્તુઓમાં ભાવ વધારો થવાના કારણે દુધ ઉત્પાદક કરતા પશુપાલકોના ખર્ચમાં પણ વધારો થયો છે. આ વધારાના ખર્ચનો માર ફરી એક વખત ગ્રાહકો પર ઝીંકવામાં આવ્યો છે. આ પહેલા પણ ચાલુ વર્ષમાં એપ્રિલમાં અમુલ દ્વારા ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો, તેમજ ગત વર્ષમાં પણ ત્રણ વખત દુધના ભાવ અમુલ દ્વારા વધારવામાં આવ્યાં હતા.












Click it and Unblock the Notifications
