150 સીટ, જો ભાજપના ફાળે ગઇ તો કોંગ્રેસનો આ રેકોર્ડ તૂટશે!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2017ના પડધમ વાગી ચૂક્યા છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને તરફથી નવેમ્બરમાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે હાલમાં જ ગુજરાત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે તે આ વખતે ગુજરાતમાં 150 સીટો પર જીતની આશા સેવી રહ્યા છે. ચોક્કસથી ઉત્તર પ્રદેશમાં 300 જેટલી સીટો સાથે ભારે બહુમત પર જીતનાર ભાજપ જીતના નશામાં આવું કહી રહ્યું છે. પણ જો ખરેખરમાં આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાચે જ ગુજરાતની 182 સીટો પરથી 150 સીટો પર જીત મેળવે છે તો તે એક સાથે અનેક રેકોર્ડ તોડશે. જેમાંથી એક રેકોર્ડ તો ખુદ કોંગ્રેસ જ બનાવ્યો છે.

amit shah

ઉલ્લેખનીય છે ભાજપ 2012માં 115 સીટો પર ભારે બહુમત સાથે જીત્યું હતું. આ પહેલા વર્ષ 2002 અને 2007માં અનુક્રમે ભાજપ 127 અને 117 સીટોએ જીત મેળવી હતી. ત્યારે 2017ની ચૂંટણીમાં ભાજપ 150 સીટો પર ભવ્ય જીત મેળવવાની મનોકામના રાખી રહ્યું છે. જો આવું થશે તો કોંગ્રેસનો 1985નો રેકોર્ડ તૂટી જશે.

નોંધનીય છે કે કોંગ્રેસ એક માત્ર તેવી પાર્ટી છે ગુજરાતમાં જેણે 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. તે પછી કોઇ પણ પાર્ટી આ નંબરને પાર નથી કરી શકે. ત્યારે જો ભાજપ આ નવેમ્બરમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં જીતી ગયું તો તે પોતાનો અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ સીટો મેળવવાનો પોતાનો જ રેકોર્ડ તોડવાની સાથે જ કોંગ્રેસનો પણ રેકોર્ડ તોડશે. નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય બીજી કોઇ પાર્ટી નથી. ત્યારે યુપીની જીત પછી મોદીના "હોમ ટાઉન" ગણાતા ગુજરાતમાં ભાજપની આ રેકોર્ડ બ્રેકિંગ જીત થાય છે કેમ તે તો હવે આવનારો સમય જ જણાવશે.

English summary
Mission 150: Can BJP beat the Congress record of 149 seats in Gujarat assembly polls? Read here in details.
Please Wait while comments are loading...