• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બધી જ બીમારીઓને દૂર કરી શકે છે ‘કમળ’: મોદી

|

ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રિય આયુર્વેદ સમિટ 2014ને સંબોધિત કરવામાં આવી રહ્યું છે. આ તકે તેઓ આયુર્વેદ થકી દેશ અને ગુજરાત વિશ્વ ફલક પર પોતાની છાપ કેવી રીતે છોડી શકે છે, તે અંગે ઉદ્બબોધક અને પ્રેરક સંબધોન કર્યું હતું અને કહ્યું હતું કે એકસુત્રતા કરવામાં આવે તો આપણી પાસે જે આયુર્વેદની જે વસ્તુઓ છે તેને વિશ્વફલક પર કેવી રીતે લઇ જવામાં આવે તે દિશામાં વૈદ્યરાજો અને સરકારે વિચારવાની જરૂર છે. આ તકે તમણે કટાક્ષ કરતા કહ્યું કે, દરેક ફૂલમાં અનેક બીમારી દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે, કમળ પણ એક એવું જ ફૂલ છે જે અનેક બીમારીઓને દૂર કરી શકે છે.

આ તકે મોદીએ કહ્યું કે, આજે મારી સામે આ સમિટમાં એક નાનું ભારત બેસેલું છે, અહીં 26 રાજ્યોમાંથી આવેલા મહાનુભાવોએ ભાગ લીધો છે. આયુર્વેદના ડોક્ટર્સે આયુર્વેદમાં વિશ્વાસ હોવો જોઇએ. આપણે આપણી સંસ્કૃતિમાં વિશ્વાસ રાખવો જોઇએ. ગાંધીજીના જીવનમાં પણ એવા તબક્કા આવ્યા હતા પરંતુ તેમણે પોતાનો વિશ્વાસ ડગાવ્યો નહોતો. તેમણે પોતાના વિશ્વાસના જોરે વિશ્વને પોતાની નીતિઓ અને સિદ્ધાંતો જોડ્યા હતા. આ જ રીતે ડોક્ટર્સની જેમ દર્દીઓમાં પણ પેશન હોવાની જરૂર છે. જો આ નહીં બની શકે તો દર્દી અને આયુર્વેદને ભેળવી નહીં શકીએ.

આયુર્વેદ એક શાસ્ત્ર છે અને વર્ષો જૂનું શાસ્ત્ર છે, એ આપણને અનુકૂળ છે. આજે પણ વિશ્વમાં હોલિસ્ટિક હેલ્થકેર પ્રચલીત પરંપરાના રૂપમાં વિક્સિત થઇ રહ્યું છે. વિજ્ઞાનમાં આટલી પ્રગતિ પછી પણ વિશ્વ આ દિશામાં આગળ વધી રહ્યાં છે. હોમિયોપેથી વિશ્વમાં પોતાની નોંધ ફરીથી લેવડાવશે. આજે સમાજના તમામ વર્ગમાં હોમિયોપેથીએ પોતાનું સ્થાન બનાવ્યું છે. તેથી આયુર્વેદ ક્ષેત્રમાં નિરાશા જોતો નથી, પરંતુ તેમાં બળ આપવાની જરૂર છે.

ગુજરાતમાં આયુર્વેદનું બજેટ 325 કરોડ

ગુજરાતમાં આયુર્વેદનું બજેટ 325 કરોડ

ગુજરાતમાં આયુર્વેદનું બજેટ 36માંથી 325 કરોડ પહોંચી ગયું છે. તમેમ ક્ષેત્રમાં બળ આપવાની જરૂર છે. ગાંધીનગર પાસે આયુર્વેદિક હોસ્પિટલ બનાવી રહ્યાં છે. વિશ્વમાં આયુર્વેદને દવાના બદલે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે ઓળખવામાં આવે છે, જેટલું આયુર્વેદના ક્ષેત્રમાં ડોક્ટરનું મહત્વ છે તેટલું જ દવા બનાવનારી કંપનીઓનું મહત્વ છે. જો કંપનીએ એ દિશામાં યોગ્ય સંશોધન નહીં કરે તો, દવા, દર્દી અને ડોક્ટર અલગ અલગ દિશામાં જતા રહેશે અને સ્વાસ્થ્ય ત્યાનું ત્યાં રહેશે. તેથી એક મજબૂત ઇમારત અને એકસૂત્રમાં લાવવું પડશે.

લોકો મને પૂછે છે કે મારી એનર્જીનું રહસ્ય શું છે

જ્યારે મને કોઇ મળવા આવે છે, ત્યારે રાજકારણના પ્રશ્નો મને પૂછવાના બદલે મારી એનર્જીનું રહસ્ય પૂછે છે. સ્વાભાવિક છે કે, લોકોને જીજ્ઞાસા હોય છે, પરંતુ એક હોલિસ્ટિક હેલ્થકેરની જરૂર છે. હરી, વરી અને કરી એ સમસ્યાનું મૂળ છે. તેમાં આખું મનુષ્ય જીવન સલવાયું છે, તેને વ્યસ્થિત કરીને સંતુલિત જીવન કેવી રીતે કરવામાં આવે તે મહત્વનું છે. નહેરુજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હાથી કમિશન દ્વારા એક અહેવાલ આપવામાં આવ્યો હતો.

આયુર્વેદિકના પેકેજીંગ બદલવા પડશે

આયુર્વેદિકના પેકેજીંગ બદલવા પડશે

જેમાં એક વાત આગ્રહ સાથે રાખી છે કે, જો આપણે આયુર્વેદને પ્રચારિત કરવામા માગીએ છીએ તે સૌથી પહેલા આયુર્વેદિકના પેકેજીંગ બદલવા પડશે અને ધીરે ધીરે આયુર્વેદની દવા પણ એવી રીતે જ આવી રહી છે, જેને વધુ યોગ્ય કરવાની જરૂર છે. આટલું મોટું હિમાલય છે, હિમાલયની ઔષધી વિશ્વને તંદુરસ્ત કરી શકે છે એ દિશામાં બળ આપવું પડશે. ચીન હર્બલમાં નંબર વન છે. આપણી પાસે આટલી યુનિવર્સિટી છે તો પછી આપણે કેમ તે કરી ના શકીએ. આ પડકારને આપણે સ્વિકારવું પડશે.

જામનગરથી વિદેશીઓ આયુર્વેદનું શાસ્ત્ર લઇને જાય છે

જામનગર યુનિવર્સિટીમાં દર વર્ષે મોટી માત્રામાં વિદેશી વિદ્યાર્થી ભણે છે, તે પોતાના દેશ જાય છે ત્યારે આયુર્વેદનું શાસ્ત્ર લઇને જાય છે. ત્યાં વૈદરાજ હશે તો તમારી દવા વેચાશે. વિશ્વના સમૃદ્ધ દેશ એજેન્ડા સેટ કરે છે. અને દેશોનું સમૂહ ઉભો થાય છે. શું ક્યારેય ભારતે વિચાર્યું કે વિશ્વમાં એવા કેટલા દેશ છે, જે આ ટ્રેડિશનલ મેડિસિનમાં વિશ્વાસ રાખે છે. શું ભારતે આવા દેશોનું સમૂહ બનાવીને કોન્ફરન્સ કરવાનું વિચાર્યું છે ખરા. એક ગ્લોબલ રેપ્યુટેશન ઉભુ કરવાની જરૂર છે. આપણી કોલેજ અન્ય દેશોમાં કેમ ના હોય.

આયુર્વેદને ગ્લોબલી લઇ જઇ શકાય

આયુર્વેદને ગ્લોબલી લઇ જઇ શકાય

આપણા દેશમાં આયુર્વેદને ગ્લોબલી લઇ જઇ શકાય છે, ધીરે ધીરે તેમાં અનેક દેશો વધશે અને સમૂહ બનશે તો આધુનિક સુવિધા બનશે અને આ કામ કરવામાં આવે તો તે થઇ શકે છે. આપણે ત્યાં હાર્ટના દર્દીઓ હોય છે, તેમના માટે આપણે ઇસીજીથી પરિચિત છીએ, હાલ એવા ઇન્સ્ટ્રુમેન્ટના વિકાસ થઇ રહ્યાં છે, જે ઇટીજી જેવા છે. જે સંપૂર્ણપણે આયુર્વેદના સિંદ્ધાતો પર છે. આ ઇટીજી એ ઇલેક્ટ્રો ત્રીદોષ ગ્રાન્ડ આપીને જુએ છે, જે તમારા શરીરમાં કેટલું ઇનબેલેન્સ છે, તે જણાવે છે. આજે નવી ટેક્નોલોજી આવી છે, જેમાં સાત ચક્રો અંગે જણાવે છે.

ઓરા એ એક વિજ્ઞાન છે

ઓરા એ એક વિજ્ઞાન છે

જાપાનના એક ફોટોગ્રાફરે શરીર પરના ઓરોની ફોટોગ્રાફી કરવામાં આવે છે. ઓરા એ એક વિજ્ઞાન છે. આજે ઓરાને એક વિજ્ઞાન તીરકે સ્વિકારવામાં આવી રહ્યું છે. ઓરાનું અધ્યન કરવામાં આવે છે, 10 વર્ષ બાદ આ શરીરમાં શું ઉણપ આવશે અને કેવા રોગ આવી શકે છે. એ જમાનામાં આ કેમેરા વોશિંગ મશીન જેવા હતા આજે તે આધુનિક થયા છે. આ વિજ્ઞાનને જોડવાની જરૂર છે. મોટી માત્રામાં દેશમાં સંશોધન થઇ રહ્યાં છે, તેમને ખબર નથી કે તેના મૂળ ભારતમાં ક્યાંક પડ્યા છે. આપણી પાસે અનેક શાસ્ત્રો છે પરંતુ તેનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું નથી. એ સરકારનું દાયિત્વ છે કે તેને ડીજીટલાઇઝેશન કરે

આપણી વ્યવસ્થાને વિશ્વ સમજે એ દિશામાં કામ કરવાની જરૂર

આપણે આપણી જ વ્યવસ્થાને વિશ્વ જે ભાષામાં સમજે છે તે દિશામાં કામ કરવાની જરૂર છે. એક વિષયમાં ભારતમાં ઘણું નુક્સાન થઇ રહ્યું છે. વિશ્વ બદલાઇ રહ્યું છે, જેના કારણે આપણે પેટન્ટ કરાવવામાં પાછળ છીએ. આપણે ત્યાં હળદરનું ઘણું મહાત્મ્ય છે, વિશ્વના અન્ય દેશોએ પેટન્ટ કરાવી દીધું આપણે નથી કરાવ્યું. આપણે આયુર્વેદના ક્ષેત્રમાં વિચારવાની જરૂર છે. આ માટે આપણી કોલેજ, વિદ્યાર્થી, યુનિવર્સિટી અને વૈદરાજોએ અને સરકારે તેના વિશ્વ ફલક પર કેવી રીતે લાવવાનું છે એ દિશામાં કામ કરવાની જરૂર છે.

દેશની આયુર્વેદિક દવા બનાવતી કંપની સાથે કરીશ બેઠક

હું દેશની આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓ સાથે બેઠક કરવાનો છું અને તેમની યુનિવર્સિટીમાં કોઇ ચેર છે કે નહીં તે અંગે વાત કરવાનો છું અને ના હોય તો તેઓ એ સુવિધા ઉભી કરીને આ ક્ષેત્રની દિશામાં વિચારે. આ દિશામાં લોકોને જોડીને આપણે આ દિશામાં બળ આપવાની જરૂર છે.

બધી જ બીમારીઓને દૂર કરી શકે છે ‘કમળ’

બધી જ બીમારીઓને દૂર કરી શકે છે ‘કમળ'

ગુજરાતમાં આયુર્વેદનું બજેટ 325 કરોડ

ગુજરાતમાં આયુર્વેદનું બજેટ 36માંથી 325 કરોડ પહોંચી ગયું છે. તમેમ ક્ષેત્રમાં બળ આપવાની જરૂર છે. ગાંધીનગર પાસે આયુર્વેદિક હોસ્પિટલ બનાવી રહ્યાં છે. વિશ્વમાં આયુર્વેદને દવાના બદલે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે ઓળખવામાં આવે છે, જેટલું આયુર્વેદના ક્ષેત્રમાં ડોક્ટરનું મહત્વ છે તેટલું જ દવા બનાવનારી કંપનીઓનું મહત્વ છે. જો કંપનીએ એ દિશામાં યોગ્ય સંશોધન નહીં કરે તો, દવા, દર્દી અને ડોક્ટર અલગ અલગ દિશામાં જતા રહેશે અને સ્વાસ્થ્ય ત્યાનું ત્યાં રહેશે. તેથી એક મજબૂત ઇમારત અને એકસૂત્રમાં લાવવું પડશે.

લોકો મને પૂછે છે કે મારી એનર્જીનું રહસ્ય શું છે

જ્યારે મને કોઇ મળવા આવે છે, ત્યારે રાજકારણના પ્રશ્નો મને પૂછવાના બદલે મારી એનર્જીનું રહસ્ય પૂછે છે. સ્વાભાવિક છે કે, લોકોને જીજ્ઞાસા હોય છે, પરંતુ એક હોલિસ્ટિક હેલ્થકેરની જરૂર છે. હરી, વરી અને કરી એ સમસ્યાનું મૂળ છે. તેમાં આખું મનુષ્ય જીવન સલવાયું છે, તેને વ્યસ્થિત કરીને સંતુલિત જીવન કેવી રીતે કરવામાં આવે તે મહત્વનું છે. નહેરુજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હાથી કમિશન દ્વારા એક અહેવાલ આપવામાં આવ્યો હતો.

આયુર્વેદિકના પેકેજીંગ બદલવા પડશે

જેમાં એક વાત આગ્રહ સાથે રાખી છે કે, જો આપણે આયુર્વેદને પ્રચારિત કરવામા માગીએ છીએ તે સૌથી પહેલા આયુર્વેદિકના પેકેજીંગ બદલવા પડશે અને ધીરે ધીરે આયુર્વેદની દવા પણ એવી રીતે જ આવી રહી છે, જેને વધુ યોગ્ય કરવાની જરૂર છે. આટલું મોટું હિમાલય છે, હિમાલયની ઔષધી વિશ્વને તંદુરસ્ત કરી શકે છે એ દિશામાં બળ આપવું પડશે. ચીન હર્બલમાં નંબર વન છે. આપણી પાસે આટલી યુનિવર્સિટી છે તો પછી આપણે કેમ તે કરી ના શકીએ. આ પડકારને આપણે સ્વિકારવું પડશે.

જામનગરથી વિદેશીઓ આયુર્વેદનું શાસ્ત્ર લઇને જાય છે

જામનગર યુનિવર્સિટીમાં દર વર્ષે મોટી માત્રામાં વિદેશી વિદ્યાર્થી ભણે છે, તે પોતાના દેશ જાય છે ત્યારે આયુર્વેદનું શાસ્ત્ર લઇને જાય છે. ત્યાં વૈદરાજ હશે તો તમારી દવા વેચાશે. વિશ્વના સમૃદ્ધ દેશ એજેન્ડા સેટ કરે છે. અને દેશોનું સમૂહ ઉભો થાય છે. શું ક્યારેય ભારતે વિચાર્યું કે વિશ્વમાં એવા કેટલા દેશ છે, જે આ ટ્રેડિશનલ મેડિસિનમાં વિશ્વાસ રાખે છે. શું ભારતે આવા દેશોનું સમૂહ બનાવીને કોન્ફરન્સ કરવાનું વિચાર્યું છે ખરા. એક ગ્લોબલ રેપ્યુટેશન ઉભુ કરવાની જરૂર છે. આપણી કોલેજ અન્ય દેશોમાં કેમ ના હોય.

આયુર્વેદને ગ્લોબલી લઇ જઇ શકાય

આપણા દેશમાં આયુર્વેદને ગ્લોબલી લઇ જઇ શકાય છે, ધીરે ધીરે તેમાં અનેક દેશો વધશે અને સમૂહ બનશે તો આધુનિક સુવિધા બનશે અને આ કામ કરવામાં આવે તો તે થઇ શકે છે. આપણે ત્યાં હાર્ટના દર્દીઓ હોય છે, તેમના માટે આપણે ઇસીજીથી પરિચિત છીએ, હાલ એવા ઇન્સ્ટ્રુમેન્ટના વિકાસ થઇ રહ્યાં છે, જે ઇટીજી જેવા છે. જે સંપૂર્ણપણે આયુર્વેદના સિંદ્ધાતો પર છે. આ ઇટીજી એ ઇલેક્ટ્રો ત્રીદોષ ગ્રાન્ડ આપીને જુએ છે, જે તમારા શરીરમાં કેટલું ઇનબેલેન્સ છે, તે જણાવે છે. આજે નવી ટેક્નોલોજી આવી છે, જેમાં સાત ચક્રો અંગે જણાવે છે.

ઓરા એ એક વિજ્ઞાન છે

જાપાનના એક ફોટોગ્રાફરે શરીર પરના ઓરોની ફોટોગ્રાફી કરવામાં આવે છે. ઓરા એ એક વિજ્ઞાન છે. આજે ઓરાને એક વિજ્ઞાન તીરકે સ્વિકારવામાં આવી રહ્યું છે. ઓરાનું અધ્યન કરવામાં આવે છે, 10 વર્ષ બાદ આ શરીરમાં શું ઉણપ આવશે અને કેવા રોગ આવી શકે છે. એ જમાનામાં આ કેમેરા વોશિંગ મશીન જેવા હતા આજે તે આધુનિક થયા છે. આ વિજ્ઞાનને જોડવાની જરૂર છે. મોટી માત્રામાં દેશમાં સંશોધન થઇ રહ્યાં છે, તેમને ખબર નથી કે તેના મૂળ ભારતમાં ક્યાંક પડ્યા છે. આપણી પાસે અનેક શાસ્ત્રો છે પરંતુ તેનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું નથી. એ સરકારનું દાયિત્વ છે કે તેને ડીજીટલાઇઝેશન કરે.

આપણી વ્યવસ્થાને વિશ્વ સમજે એ દિશામાં કામ કરવાની જરૂર

આપણે આપણી જ વ્યવસ્થાને વિશ્વ જે ભાષામાં સમજે છે તે દિશામાં કામ કરવાની જરૂર છે. એક વિષયમાં ભારતમાં ઘણું નુક્સાન થઇ રહ્યું છે. વિશ્વ બદલાઇ રહ્યું છે, જેના કારણે આપણે પેટન્ટ કરાવવામાં પાછળ છીએ. આપણે ત્યાં હળદરનું ઘણું મહાત્મ્ય છે, વિશ્વના અન્ય દેશોએ પેટન્ટ કરાવી દીધું આપણે નથી કરાવ્યું. આપણે આયુર્વેદના ક્ષેત્રમાં વિચારવાની જરૂર છે. આ માટે આપણી કોલેજ, વિદ્યાર્થી, યુનિવર્સિટી અને વૈદરાજોએ અને સરકારે તેના વિશ્વ ફલક પર કેવી રીતે લાવવાનું છે એ દિશામાં કામ કરવાની જરૂર છે.

દેશની આયુર્વેદિક દવા બનાવતી કંપની સાથે કરીશ બેઠક

હું દેશની આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓ સાથે બેઠક કરવાનો છું અને તેમની યુનિવર્સિટીમાં કોઇ ચેર છે કે નહીં તે અંગે વાત કરવાનો છું અને ના હોય તો તેઓ એ સુવિધા ઉભી કરીને આ ક્ષેત્રની દિશામાં વિચારે. આ દિશામાં લોકોને જોડીને આપણે આ દિશામાં બળ આપવાની જરૂર છે.

નોંધનીય છે કે, ગઇ કાલે મોદીએ રાજ્યના હુન્નર કૌશલ્ય ક્ષેત્રે યુવાનોનું સશકિતકરણ કરવા ‘શ્રમ કૌશલ પંચમ્'ની મહત્વાકાંક્ષી યોજનાઓનો કાર્યારંભ કરતા જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં કોઇએ વિચારી ના હોય એવું રોજગારલક્ષી ઉત્તમ માનવબળ તૈયાર કરવાની પહેલ ગુજરાત સરકારે કરી છે. નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં સર્વપ્રથમ ઇન્ડાસ્ટ્રીઅલ કૌશલ્યવર્ધન કેન્દ્રો તરીકે એકી સાથે ૧રપ-આઇ-કેવીકે નો અને ગુજરાતમાં વધુ ૧૬પ જેટલા નવા કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો કાર્યારંભ કરાવ્યો હતો.

English summary
Narendra Modi to address National Ayurveda Summit 2014 at Mahatma Mandir, Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more