For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરપંચ મહાસંમેલનમાં નરેન્દ્ર મોદીએ 'મિશન બલમ સુખમ'ની જાહેરાત કરી

|
Google Oneindia Gujarati News

Narendra Modi
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સરપંચ મહાસંમેલનમાં એક નવા મિશનની જાહેરાત કરી હતી. મિશન બલમ સુખમની જાહેરાત સમયે મુખ્ય મંત્રીએ જણાવ્યું કે 'વડાપ્રધાને થોડા દિવસ પહેલા કુપોષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગુજરાતે આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. 'મિશન બલમ્ સુખમ્'ની જાહેરાત કરું છું. દરેક બાળકને મદદ કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક પ્રતિનિધિને 2 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતોને મદદ મળશે.'

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પાંચાયતી રાજની સુવર્ણજયંતિ ઉજવણી કરવા માટે બપોરે 2 વાગે મહાત્મા મંદિર ખાતે સરપંચ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા યોજવામાં આવેલા સરપંચ મહાસંમેલનમાં ગુજરાતની 14000 ગ્રામ પંચાયતોના પુરુષ અને મહિલા સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રગંસે સંમેલનમાં ગુજરાતના પંચાયત મંત્રી નરોત્તમ પટેલ સહિત આનંદીબહેન પટેલ, વજુભાઇ વાળા, ફકીર વાધેલા, ગણપત વસાવા, રમણલાલ વોરા, પુરસોત્તમ રૂપાલા, આર. સી. ફળદુ, સ્મૃતિ ઇરાની, ભાજપના પ્રભારી, બલદેવ પૂંજ, ઓમ માથુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat chief Minister Narendra Modi announce today a new mission to fight against child malnutrition in sarapanch mahasanmelan at Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X