For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધુ પહેલા ગુજરાતે જ કરવાનું છેઃ મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 એપ્રિલઃ ગાંધીનગર ખાતે ઓલ ગુજરાત પબ્લિક પ્રોસિક્યુટર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત કાયદાવીદોને સંબોધિત કરશે. આયોજિત કાર્યક્રમનું મુખ્યમંત્રી મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે.

સેમિનારને સંબોધિત કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સૌ પહેલા તો આ કાર્યક્રમની કલ્પના અને આયોજન માટે સંબધિત સૌને હું અંતઃકરણ પુર્વક અભિનંદન આપુ છું. આ વિચાર આવ્યો, આ ઇવેન્ટની કોઇ પ્રતિષ્ઠા ઉભી થઇ હોય અથવા આકર્ષણ બન્યુ હોય તો એ ત્યારે શક્ય બન્યુ જ્યારે જજોની આવવાની ઉતકંઠા, અનુમતિ અને હાજરીએ આમા મોટો રંગ ભર્યો છે.

ગુજરાતે આ પહેલીવાર કર્યું છે તે આનંદની વાત છે અને બધુ પહેલા આપણે જ કરવાનું છે, મારા આનંદની અભિવ્યક્તિ આ પ્રસંગે કરવા માંગુ છું, મને વ્યક્તિગત આંનદ એ પણ છે કે, ઘણા બધા અહીં એવા છે જે પેહલીવાર મહાત્મા મંદિર આવ્યા હશે. તેમના માટે આ મંદિર જોવાની અને ખાસ કરીને ગાંધીના જીવનની પ્રદર્શિની નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણી બધી બાબત એવી હોય છે જે ક્યારેય ક્યાંય વાંચવા મળતી નથી, પરંતુ તે અહીં આવવીએ પછી જાણવા મળે છે, મહાત્મા મંદિરની એક વિશેષતા એ છે કે ગુજરાતના દરેક ગામમાંથી માટી અને પવિત્ર જળ, દરેક રાજ્ય અને ત્યાનું પવિત્ર જળ, વિશ્વના જે જે દેશોમાં જે હિન્દુસ્તાની રહે છે ત્યાની માટી અને જળને આ મંદિરના પાયામાં રાખવામાં આવ્યા બાદ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આજે ઓનરશિપનો અભાવ છે

આજે ઓનરશિપનો અભાવ છે

આજે બધામાં એક વાત છે સરકાર એટલે આવી જ હોય(કામ કરવામાં ઢીલી), આજે લોકોમાં એ વાત ઘર કરી ગઇ છે. એકવાર ભારત સરકારે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી.. જેમાં શ્રીકૃષ્ણ રથ લઇને જાય છે એવું એ સ્ટેમ્પમાં દર્શાવવામાં આવ્યું હતું. જો કે આજે એ શક્ય નથી કારણ કે બિનસાંપ્રદાયિકતાનું વાવાઝોડુ એટલું મોટું છે કે આપણે એ ના કરી શકીએ, પરંતુ ત્યારે શક્ય હતું અને એ પણ બિનસાંપ્રદાયિક ગણાતી સરકારે કર્યું હતું. એ સ્ટેમ્પમાં એક વાક્ય હતું, કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશુ કદાચિત.... પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખજો, કર્મ કર્યે જા... પહોંચે ત્યારે ઠીક. સરકારની આજે એવી જ છાપ છે, કોઇને એવું લાગતુ જ નથી કે આ સરકાર એટલે આપણી સરકાર, બસમાં જશે તો કહેશે આ તો સરકારી છે, હોસ્પિટલમાં જશે તો કહેશે કે આ સરકારી છે, પણ એમ નહીં કહે કે આ મારી છે, સરકાર એટલે તમારી સરકાર તમારા માટેની સરકાર, આજે લોકોમાં એ ઓનરશીપનો અભાવ છે. કોઇપણ સ્વરૂપમાં એ ઓનરશીપ જોવા મળતી નથી. આઝાદી પછી જેટલી તિવ્રતાથી તેને પ્રગટ કરવાનું હતું તેમાં ઉણપ રહી ગઇ છે અને એક મોટી ખાઇ થઇ ગઇ છે. જે એક મોટુ સંકટ છે, લોકોએ બનાવેલી સવા માટેનો તેમનામાં જ અવિશ્વાસ છે અને તેથી તેમાં પુનઃવિશ્વાસ પ્રગટ કરવા માટેના એકમોમાં મહત્વનું એક ન્યાય છે

સરકારી અધિકારી અને પબ્લિક પ્રોસિક્યુટર વચ્ચે સેમિનાર યોજાય

સરકારી અધિકારી અને પબ્લિક પ્રોસિક્યુટર વચ્ચે સેમિનાર યોજાય

ન્યાય એટલે કોર્ટના ઘક્કા ખાવા અને નિર્ણય મળી ગયા ત્યાં સુધી સીમિત નથી પરંતુ ઘટના ભલે નાની હોય પરંતુ તેની અસર વ્યાપક હોય છે, લોકજીભે એ બાબત ચર્ચાતી હોય છે, સરકારના પક્ષે હોઇએ, વ્યવસ્થાના પક્ષે હોઇએ, આપણા મનમાં એક ભાવ અવશ્ય રહેવો જોઇએ કે આપણી દરેક ગતિવિધિની રીતે ઉભુ થાય. આ સ્થિતિ ઉભી કરવામાં આપણે શું કરવું જોઇએ, ત્યારે અહીં બેઠો હતો ત્યારે મને એક વિચાર આવ્યો છે, એક તરફ આ એક પ્રયાસ છે તેમ અન્ય એક પ્રયાસ એ પણ કરી શકાય કે સરકારના ખાતા અને તેમના અધિકારીઓ અને પબ્લિક પ્રોસિક્યુટર વચ્ચે ત્રણેક મહિને એક સેમિનારનું આયોજન કરવામાં આવે, જેમાં સરકારી અધિકારી અને પબ્લિક પ્રોસિક્યુટર વચ્ચે ચર્ચા થાય તો એવા ઘણા બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવી જશે, ઘણી વાર એવું થાય છે કે, પબ્લિક પ્રોસિક્યુટર કોર્ટમાં પહોંચે પછી ખબર પડે કે આ જે તો તેમની તારીખ છે, થતું જ હશે મને ખબર છે, આ મુખ્યમંત્રી બધુ જાણે છે. તમે જાણતા હશો કે, આજે શાળામાં શિક્ષણ ઘટ્યુ અને ટ્યૂશન ક્લાસિસ વધ્યા, શિક્ષકને થયું કે બધુ અહીં આપી દઇશ તો ત્યાનું શું. તુ વિદ્યાર્થી સારો છે પણ ત્યાં આવજે ને અને પછી તે તેને ઉત્તમ શિક્ષણ આપે છે, જનરલ હોસ્પિટલમાં ખાનગી ડોક્ટર્સ સેવા આપે છે, પરંતુ તે સ્ટેસકોપ ભુલી જાય પણ પોતાનું વિઝિટિંગ કાર્ડ કદી ભુલતા નથી, પેશન્ટને તે અવશ્ય આપે છે, અહીં બધુ બરાબર છે પણ સાંજે ત્યાં આવજે ને. ત્યાં આવવું પડશે તેવું નહીં, અહીં પતે પછી મારે ત્યાં શા માટે જવુ એવું વાતાવરણ ઉભુ થવું જોઇએ, આ પ્રોસેસમાંથી પરિણામ મળે તેવો વિશ્વાસ ઉભો કરવો પડશે.

ટેક્નિકલ સેમીનારનું આયોજન કરવામાં આવે

ટેક્નિકલ સેમીનારનું આયોજન કરવામાં આવે

મોદીએ કહ્યું કે, જે રીતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે એક ટેક્નિકલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવે, જેમાં પબ્લિક પ્રોસિક્યુટર, તેમના સ્ટાફ, ટેક્નોસેવીને ટેક્નોલોજીના વધુમાં વધુ ઉપયોગ અંગે માહિતગાર કરતો વર્કશોપ યોજાય. જેના કારણે ક્યારેક સરકારી અધિકારી તમારી પાસે ના પહોંચી શકે તો પણ તમે નેટ પર સરકારી સાઇટ પરથી તમારી જરૂરી માહિતી એકઠી કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો. આ ઉપરાંત અન્ય કેસો એવા હોય છે જેની માહિતી તમને નેટ પરથી જરૂરથી મળી શકે છે, એક કેસ ગુજરાતમાં થયો છે એવો જ કેસ મધ્યપ્રદેશમાં થયો હતો તો તમે તેમાથી ઉપયોગી માહિતી મેળવી શકો છો. એ માટે ટેક્નોસેવી બનવું પડશે, જ્યાં સુધી આપણે આપણું વિરાટ સ્વરૂપ નહીં દેખાડીએ ત્યાંસુધી દુનિયા સમજશે નહીં, દુનિયાને સમજાવવા માટે વિરાટ સ્વરૂપ દર્શાવવું પડશે અને એ માટે ટેક્નોલોજી ઘણી જ મદદરૂપ થાય છે.

એમના વિના અમને અને અમારા વિના એમને નહીં ચાલે

એમના વિના અમને અને અમારા વિના એમને નહીં ચાલે

આ તકે મીડિયા પર આડકતરો પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, અહીં આટલી મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો આવ્યા એ થોડુ અજુગતુ છે, ઘણીવાર આપણે છાપામાં વાંચીએ પછી ખબર પડે કે આપણે જે કાર્યક્રમમાં ગયા હતા ત્યાં આવું હતું, થાય છે આવું, અમારા માટે તો એ દરરોજનું છે. એમના વિના અમને નહીં ચાલે અને અમારા વિના એમને નહીં ચાલે. આ અમનો ટપલીદાવનો કાર્યક્રમ છે.

નિષ્ઠાભર્યુ વાતાવરણ ઉભૂ કરવામાં આવે

નિષ્ઠાભર્યુ વાતાવરણ ઉભૂ કરવામાં આવે

પહેલા એવુ થતુ કે કોઇ કેસ હોય અને એ કોર્ટમાં આવે તો તેને લઇને એનજીઓનો સેમિનાર થાય, એક મહોલ ઉભો થાય અને પછી કોર્ટમાં મેટર આવે એ પછી શું થાય તે આપણે જાણીએ છીએ, આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે, પરંતુ હવે તેની અસર ઓછી થઇ ગઇ છે, આજે ઇન્ફોર્મેશન ચેનલો વધી છે, તમને ઘરે બેઠા પક્ષ-વિપક્ષની માહિતી મળી શકે છે અને તેને મેળવવા માટેની એક ટેવ ઉભી કરવાની જરૂર છે. જ્યૂડિયશલી હોય કે આ ભાગ હોય, આપણે બધા એ વ્યવસ્થાના ભાગ છીએ અને વ્યવસ્થા સમાજનું કંઇક સારુ કરવા માટે છે, પણ તેના માટે ઉત્તમ તરફના માર્ગમા આપણી ભૂમિકા શું છે એ જાણવું મહત્વનું છે. સુપ્રિમ કોર્ટમાં અનેક એવા વકીલ આવે છે જે આવે એટલે ન્યાયમૂર્તિને થઇ જાય કે આ કેસમાં સામાન્ય બાબત નહીં હોય, તેમનું વ્યક્તિત્વ એવું હોય દલીલ નબળી હોય તો પણ તેમના વ્યક્તિત્વની ઉંચાઇ એવી હોય છે કે તેમની નિષ્ઠા પણ શંકા ક્યારેય ઉપજતી નથી. જો આવી નિષ્ઠા ઉભી કરવામાં આવે તો ન્યાયમૂર્તિને ન્યાય કરવામાં ઘણી મદદ મળે છે.

English summary
modi attend All Gujarat Public Prosecutors' Seminar in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X