For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ તોડ્યુ મૌન, વાઢેરા પર કર્યા વાર

By Super
|
Google Oneindia Gujarati News

narendra modi
જામનગર, 13 ઑક્ટોબરઃ નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત શરૂઆત જામનગર ખાતેથી કરી છે. ડીએલએફને લઇને વાઢેરા પર લાગેલા આરોપો પર મોદીએ ચૂપકીદી સેવી હતી અને તેઓ શા માટે વિકાસ યાત્રા દરમિયાન વાઢેરા પર કંઇ ના બોલ્યા તે વાત એક આશ્ચર્યનો વિષય બની ગઇ હતી, પરંતુ જામનગર ખાતે જાહેર મેદનીને સંબોધિત કરતીવેળા મોદીએ આશ્ચર્યને દૂર કરીને વાઢેરામાં પર પ્રહારો કર્યાં હતા.

નરેન્દ્ર મોદીએ વાઢેરા કેસમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારના આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, દેશ માટે આતંકવાદ એ ગંભીર મુદ્દો છે, પરંતુ અફસોસની વાત એ છે કે આતંકવાદ જેવા વિષય પર વાત કરવાનો સમય આવે છે ત્યારે કોંગ્રેસમાં એકતા જોવા મળતી નથી. કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ મુદ્દે કોઇ ચર્ચા કરતા નથી. તેમનો પ્રવક્તા આવે છે અને બોલીને જતો રહે છે. પરંતુ સોનિય ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર આરોપો લાગ્યા છે ત્યારે આખી કોંગ્રસ પાર્ટીના નેતાઓ એકઠા થઇ ગયા છે અને તેમના બચાવમાં લાગી ગયા છે.

મોદીએ કહ્યું કે, આતંકવાદ, મોંઘવારી જેવી સમસ્યાઓને નાથવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસના મારે મારે ગુજરાતમાં ઇતિહાસ બનાવી દેવી છે. વિકાસની વાત કરતીવેળા તેમણે નર્મદાના નીરનો ઉલ્લેખ કર્યો હતો અને ઉપસ્થિત મેદનીને કહ્યું હતું કે નર્મદાના નીર છેક છેવાડાના જિલ્લાઓ સુધી પહોંચ્યા છે અને હવે મારે એ નીરને દ્વારકામાં પણ પહોંચાડવું છે. મારે આ નવા જિલ્લાનો વિકાસ કરવો છે.

અત્રે એ વાત નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ચૂંટણી દરમિયાન કોંગ્રેસને જોડતા કોઇને કોઇ વાતને મુદ્દો બનાવીને પોતાનો પ્રચાર કરતા હોય છે. સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી જાહેર સભાઓમાં રોબર્ટ વાઢેરા પર લાગેલા આરોપોને મુદ્દો બનાવીને કોંગ્રેસને ભીંસ લે તો નવાઇ નહીં.

English summary
Chief Minister of Gujarat Narendra Modi borkes his silent on Vadra case. In Jamnagar addressing the crowd Modi said that all congress leader gathering for save vadra in DLF issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X