સ્કૂટર લઈને ફરતાં મોદીએ પોતાનો અને ઉદ્યોગપતિનો વિકાસ કર્યો

મોઢવાડિયાએ જણાવ્યું કે મોદીએ પોતાનો જ અને ઉદ્યોગપતિઓનો વિકાસ કર્યો છે જેના પરિણામે જ આજે હેલિકોપ્ટરમાંથી નીતે ઉતરતા નથી. વિકાસની વાતો અને હું કહું છું, તે કરું છું. તે કહેતા મોદી ૧૨ વર્ષથી ખંભાતના બંદરની વાત કરતા ખંભાતમાં કોંગ્રેસની જાહેરસભામાં અર્જુન મોઢવાડિયાના મોદીએ ચાબખા કર્યાં હતા.
મોદીએ માત્ર પ્રજાને પૈસે ઉત્સવો, મેળાવડાં કર્યાં છે. ગરીબોને નામે કલ્યાણમેળા, ખેડૂતોના નામે કૃષિમેળા, શાળાના શિક્ષકોને નામે પ્રવેશોત્સવ કરી કર્મચારીઓ અને અધિકારીઓને દોડાવ્યાને નાણાની રેલમછેલ કરી છે. ન.મો. કહ્યાં પ્રમાણે ઊંચા પ્રમાણમાં મતદાન ભાજપાં તરફી છે. તેના પ્રત્યુત્તરરૂપે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાઈ ! કોંગ્રેસ માટે જ ૯ ટકાથી વધુ મતદાન થયું છે. હવે તે તરફડિયા મારે છે. રોટી, કપડાં, મકાન ન મળે તો એ વિકાસ કહેવાય ? ખંભાતીઓ શું તમને મીઠું પાણી આપ્યું ? કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.












Click it and Unblock the Notifications
