For Quick Alerts
For Daily Alerts
'મોદી માત્ર ગુજરાતીઓ નહીં 10 કરોડ મહારષ્ટ્રીયનોનું પણ ગૌરવ'
તાપી, 08 ઑક્ટોબરઃ તાપી જિલ્લામાં મોદીની વિકાસયાત્રામાં ભાગ લેવા આવેલા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા ગોપીનાથ મુંડેએ કહ્યું છે કે, નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે.
તાપી જિલ્લાના ઉચ્છલ શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રીની વિવેકાનંદ યુવા વિકાસયાત્રા દરમિયાન આદિવાસી રેલીને સંબોધતીવેળા મુંડેએ કહ્યું છે, " મોદી માત્ર ગુજરાતની છ કરોડ જનતાનું જ ગૌરવ નથી પરંતુ મહારાષ્ટ્રની 10 કરોડ જનતાનું પણ ગૌરવ છે."
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે મહારાષ્ટ્ર ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાશે. મોદી સરકારની હેટટ્રિક કરાવવા માટે બન્ને રાજ્યના કાર્યકર્તાઓ કામ કરશે.