ગુજરાતમાં મોદી મેજીક છવાયો, જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ

Posted By:
Subscribe to Oneindia News

25 ફેબ્રુઆરી: મિથન 2014માં જોડાયેલા નરેન્દ્ર મોદીને ગુજરાતમાં વધુ એક સફળતા મળી છે. એક સમયે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી રહેલા ગોર્વધન ઝડફિયાએ પોતાની પાર્ટી જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ કરી દિધું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેશુભાઇ પટેલ સાથે મળીને ગોર્વધન ઝડફિયાએ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. આ પાર્ટીએ ચૂંટણીમાં ફક્ત 2 સીટો જ મળી હતી. જો કે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલના આર્શિવાદ પણ લીધા હતા અને ત્યારથી આ વિલયની ભૂમિકા તૈયાર થઇ રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોર્વધન ઝડફિયા 2007માં ભાજપમાંથી અલગ થઇને મહાગુજરાત જનતા પાર્ટી બનાવી હતી, પરંતુ પછી તે કેશુભાઇ પટેલની સાથે આવી ગયા અને હવે તે ફરીથી ભાજપમાં જોડાઇ ગયા છે. આ વિલિનીકરણથી ભાજપને ગુજરાતમાં વધુ મજબૂતી પ્રાપ્ત થઇ ગઇ છે.

લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ભાજપમાં સૌથી મોટું વિલિનીકરણ થયું છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સંસ્થાપકોમાંથી એક ગોર્વધન ઝડફિયાએ 7 લાખ કાર્યકર્તાઓની સાથે સોમવારે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આવીને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે.

modi-321

વિલિનીકરણની સાથે જ ગોર્વધન ઝડફિયાએ સ્પષ્ટ કરી દિધું છે કે નરેન્દ્ર મોદીજી સાથે તેમને એટલા મતભેદ નથી કે તે દેશના વિકાસમાં આડા ઉતરે. ગુજાઅત ભાજપનું પણ માનવું છે કે પાર્ટી માટે અત્યાર સુધીનું સૌતેહે મોટું વિલિનીકરણ છે. ભાજપે જાહેર કરી દિધી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ગોર્વધન ઝડફિયાની હાજરી મહત્વપૂર્ણ સાબિત થશે.

એવામાં નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં 26 સીટો જીતવાનું મિશને વધુ એક ડગલું ભર્યું છે. ગત સામાન્ય ચૂંટણી 1991માંમાં ગુજરાતમાં ભાજપને 26માંથી 20 સીટો મળી હતી અને પેટાચૂંટણીમાં વધુ એક સીટ મળતાં આ આંકડો 21 સુધી પહોંચી ગયો હતો, જ્યારે 2004માં આ 14 અને 2009માં 15 સીટો મળી હતી. એવામાં 2014ની ચૂંટણીમાં બધી જ 26 સીટો પર કબજો મેળવવા માટે નરેન્દ્ર મોદી એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે, કારણ કે તેમને પણ સારી પેઠે ખબર છે કે 26 સીટો જીતવી નરેન્દ્ર મોદીના એટલું આસન સાબિત થશે નહી.

English summary
, , , , , , , , બીજેપી,

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.