For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM સામે CMના વખાણ, મોદીને વિઝા આપવાની તરફેણમાં કેમરુન

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002ના રમખાણો બાદ ગુમાવેલી પ્રતિષ્ઠા પરત મેળવવામાં સફળ નિવડ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. પહેલા યુરોપીય યૂનિયને તેમના પરનો બહિષ્કાર હટાવ્યો અને હવે બ્રિટન સરકર તેમનું સ્વાગત કરવા માટે તૈયાર હોવાનું જણાઇ રહ્યું છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર, બ્રિટિશ સરકાર મોદીને વિઝા આપવા માટે સહમત થઇ ગઇ છે. સમાચાર પત્રએ ઉચ્ચ પદ પર રહેલા સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું છે કે, ભારત યાત્રા પર આવેલા બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરોનની પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે થયેલી ચર્ચા દરમિયાન મોદીને વિઝા આપવા અંગે વાતચીત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાત રમખાણો બાદ બ્રિટને મોદીને વિઝા આપવાની ના પાડી દીધી હતી. મોદીએ છેલ્લે 2003માં લંડનની યાત્રા કરી હતી. ભારત યાત્રા દરમિયાન કેમરોન અને મોદી વચ્ચે મુલાકાત થશે તેવું મનાઇ રહ્યું હતું. જો કે, તેવું શક્ય બન્યું નહોતું. હવે એવો નિર્ણય થયો છે કે બ્રિટનના સાંસદ વ્યાપારિક પ્રતિનિધિ મંડળ સાથે ટૂંક સમયમાં જ ગુજરાત આવશે અને મોદીને લંડન આવવા માટે આમંત્રિત કરશે.

મોદીને લઇને બ્રિટનની નીતિમાં ફેરબદલનું કારણ ગુજરાતી વોટર છે, જે ત્યાંની કંજરવેટિવ પાર્ટી માટે ઘણું મહત્વ ધરાવે છે. બ્રિટનમાં ભારતીય મૂળના 1.5 મિલિયન લોકો રહે છે. તેમાં 8,50,000 ગુજરાતી છે. ડિસેમ્બર 2013માં થનારી ચૂંટણીમાં આ વોટર કેટલીક બેઠકો પર ઘણું મહત્વ ધરાવે છે.

English summary
Visiting British Prime Minister David Cameron, it is reliably learnt, has informed his Indian counterpart Manmohan Singh about his government's intention to grant visa to Gujarat chief minister Narendra Modi to visit London in or around the month of May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X