મોદીનું સૂત્રઃ ઇન્ડિયા ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇન્ડિયા ટુમૉરો

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા નાસકોમ ઇન્ડિયા લીડરશીપ ફોરમમાં સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આઇટી સેક્ટરને સૌથી મોટી શક્તિ દર્શાવી હતી અને આ શક્તિનો ઉપયોગ યુવા શક્તિમાં કરીને એક સારા ભારતનું નિર્માણ કરી શકીએ છીએ તેમ કહ્યું હતું. આ સાથે જ તેમણે IT+ IT= IT સૂત્ર આપ્યું હતું. જેનો અર્થ સમજાવતા કહ્યું કે, એટલે કે ઇન્ડિયા ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇન્ડિયા ટુમૉરો.

આ તકે મોદીએ કહ્યું કે, આપણે કેટલાક પડકારોનો સામનો કરી રહ્યાં છીએ, પરંતુ આપણે એ જ પડકારોને સુવર્ણ તકમાં ફેરવી શકીએ છીએ. આપણે ભારતને ઝડપથી યોગ્ય રસ્તે લાવવું પડશે. આપણી પાસે વિશ્વની સૌથી મોટી યુવાશક્તિ છે. આ પ્રતિભાશાળી શક્તિને આગળ વધારવાની જરૂર છે. આપણે આપણા યુવાનોને તેમની સ્કિલથી તેમના વિકાસ માટે સમર્થ બનાવવાની અને ભારતનો વિકાસ કરવાની જરૂર છે.

આઇટી ક્રાન્તિએ ભારતમાં પોતાની જગા બનાવી છે

આઇટી ક્રાન્તિએ ભારતમાં પોતાની જગા બનાવી છે

આઇટી ક્રાન્તિએ ભારતમાં પોતાની જગા બનાવી છે. નાસ્કોમે તેની સાથે ઉત્સાહ સાથે જોડાવાની જરૂર છે. આપણે તમામ જરૂરી પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જોઇ. આઇસીટી ટ્રેનિંગની સૌથી વધુ જરૂર છે. ગુજરાતમાં આ માટે એમ્પાવર નામનો કાર્યક્રમ છે. હું આઇટીની ભૂમિકાને ચેન્જ એજન્ટ તરીકે જોઇ રહ્યો છું. આ એમ્પાવર્સ ભારતના વિખૂટા પડેલા ભાગને જોડી શકે છે અને સુમેળભર્યુ વાતાવરણ ઉભૂ કરી શકે છે.

આઇટી લોકોને સરકાર સાથે જોડી શકે છે

આઇટી લોકોને સરકાર સાથે જોડી શકે છે

તેમણે વધુમાં કહ્યું કે આઇટી લોકોને સરકાર સાથે જોડી શકે છે. માંગ અને પુરવઠા વચ્ચે સેતુની ભૂમિકા નિભાવી શકે છે. તે આપણને માહિતીની નજીક લઇ જઇ શકે છે. રાષ્ટ્રના નિર્માણમાં ઇન્ફોર્મેશન હાઇવે નેટવર્ક એક મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. જો કે સમસ્યા એક સારી શક્તિની છે. આપણને સ્કિલમાં શેની જરૂર છે. નાસકોમે પોતાની સિલ્વર જ્યુબિલીમાં એ વાત પર ફોકસ કરવો જોઇએ.

ઇન્ડિયા ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇન્ડિયા ટુમૉરો

ઇન્ડિયા ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇન્ડિયા ટુમૉરો

આપણે 2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીશું. આપણે એક અલગ રાષ્ટ્ર હોવા જોઇએ અને નવા ભારતમાં આઇટી ગ્રોથ એન્જીનની ભૂમિકામાં હોવું જોઇએ. ભારતે ડિજીટલ ભારત બનવું જોઇએ, જેમાં સમાજ અને આર્થિક માહિતીનો ભંડાર હોય. આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવે છે, દરેક જિલ્લાની પોતાની એક ખાસિયત છે, આપણે તેને સંગઠિત કરવું જોઇએ અને એ માટે એક નેટવર્કની જરૂર છે. આઇટી એ કરી શકે છે. મારું માનવું છે કે, IT+ IT= IT એટલે કે ઇન્ડિયા ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇન્ડિયા ટુમૉરો.

આઇટીનો ઉપયોગ હેલ્થ અને શિક્ષણ ક્ષેત્રે

આઇટીનો ઉપયોગ હેલ્થ અને શિક્ષણ ક્ષેત્રે

તેમણે વધુમાં કહ્યું કે જે કોર્પોરેટ હાઉસ સહેલાયથી નીચેથી ઉપર તરફની માહિતી મેળવી શકે છે, તેઓ ઉપરથી નીચે તરફ સફળતા પૂર્વક માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે. આઇટીનો ઉપયોગ આપણે હેલ્થ અને શિક્ષણ ક્ષેત્રે કરી શકીએ છીએ.

English summary
Narendra Modi's address to NASSCOM India Leadership Forum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X