For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છારોડીમાં ભાગવત, સિંઘલ અને મોદીની બેઠક

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi-speech-fast
અમદાવાદ, 8 નવેમ્બરઃ છારોડી ગુરૂકુળ ખાતે શરૂ થયેલી વિવિધ સંપ્રદાયોના આચાર્યોની ધર્મસભામાં સઘના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ગડકરી વિવાદ અને ગુજરાતની ચૂંટણી સમયે ઉક્ત ત્રણ નેતાઓની મુલાકાતને વિશેષ માનવામાં આવી રહી છે.

પ્રયાગમાં જાન્યુઆરી માસમાં મહાકુંભ મેળો યોજાનાર છે, જેમાં ગૌરક્ષા, ગંગારક્ષા મુદ્દે દેશભરના સંત સમુદાયો દ્વારા અભિયાન શરૂ કરવાનું છે, જે અનુસંઘાને અમદાવાદમાં ત્રણ દિવસના આચાર્યોનું અધિવેશન યોજાયું છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ સભાના આયોજક રાજકોટના આર્ષ વિદ્યા મંદિરના પરમાત્માનંદજી છે, જે મોદીના ખાસ પ્રશંસક છે.

અહીં નોંધનીય વાત એ છે કે વિહિપના રાષ્ટ્રીય પ્રમુખ અશોક સિંઘલને નિમંત્રણ અપાયું છે, પરંતુ ગુજરાતના જ અને વિહિપના કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. જ્યારે બાબા રામદેવની સૂચક હાજરી છે. આ બધી બાબતોથી એ વાત ફલિત થાય છે કે અમદાવાદમાં ધર્મસભાના નામે વિવિધ સંપ્રદાયોના આચાર્યોને એકઠા કરવા પાછળનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોઇ શકે છે.

આ તકે ઉપસ્થિત મોહન ભાગવતે કાર્યકરોને એવી સ્પષ્ટ સુચના આપી છે કે અન્ય વિવાદોમાં સંઘ પરિવાર ના જોડાય.

English summary
RSS chief Mohan Bhagwat, Gujarat Chief Minister Narendra Modi and VHP leader Ashok Singhal on Wednesday shared dais at a religious convention here in poll bound Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X