વિકાસમાં અડચણ ઉભી કરી રહ્યા છે ગુજરાત વિરોધી તત્વો : મોદી

ગાંધીનગર, 15 મે : કોંગ્રેસ પર નિશાનો સાધતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો કે ગુજરાત વિરોધી તત્વ રાજ્યની પ્રગતિમાં અડચણ ઉભી કરી રહ્યા છે, જ્યારે ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવી ચૂકી છે.

મોદીએ પાટણના જિલ્લામાં રાધનપૂરમાં નવમાં કૃષિ મહોત્સવ 2013નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું કે જે લોકો વગર વિચાર્યે ગુજરાતની ટીકાઓ કર્યા કરે છે, અને તેઓ એવું કરતા રહેશે. રાજ્યની પ્રગતિની યાત્રામાં સામેલ થવાને બદલે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ટેલિવિઝન અથવા સમાચારોનો ક્રેઝ છે કે ગુજરાત વિરોધી તત્વોએ જુઠ્ઠાણું ફેલાવવા અને ખેડૂતોને તેમની સરકાર વિરુદ્ધ ભડકાવવા નવા ઉપાયો શોધી લીધા છે. મોદીએ કહ્યું કે ગુજરાતની જનતા આ લોકોને સારી રીતે ઓળખે છે અને મતદાન દ્વારા તેમને ઘણા પ્રસંગે જવાબ આપી ચૂકી છે.

મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે કૃષિ મહોત્સવના કારણે ગુજરાતના ખેડૂતોએ દેશમાં કૃષિક્રાંતિનું નેતૃત્વ લીધું છે. આ પ્રસંગે મોદીએ ગૌપૂજન કરીને કૃષિમેળો અને પશુઆરોગ્ય મેળો ખુલ્લો મૂક્યો હતો.

મોદીએ આ પ્રસંગે ધોમધખતા તાપમાં મેળો યોજવા અને તેમાં ભાગીદારી આપવા તમામ ખેડૂતમિત્રોનો આભાર માન્યો હતો. ઉપરાંત તેમણે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ગુજરાતમાં વિશ્વકક્ષાનો કૃષિમેળો યોજશે જેમાં દુનિયાની ઉત્તમ ખેતીના સંશોધનો અને સંશાધનોનો લાભ લાખો ખેડૂતોને મળશે.

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

krishi mahotsav 2013

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X