લોહપુરુષને લોખંડી સમ્માન આપવા મોદીનું નવું અભિયાન
ગાંધીનગર, 11 જૂન : નરેદ્ર મોદીએ ગાંધીનગર ખાતે આજે યોજાયેલ પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસના એક કાર્યક્રમાં સંબોધન કરતા ખેડૂત પુત્ર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને અનોખુ સમ્માન આપવા દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ ખાતે સરદારની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નામક પૂતળુ બનાવવા ગામે ગામથી લોખંડી ખેતીકામમાં વપરાયેલ ઓજારો દાન કરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. આ સ્ટેચ્યુની સાઇઝ સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતા બેઘણી વધારે રાખવાની યોજના છે.

અમે સરદારને સમ્માન આપવાની એક યોજના બનાવી છે. અમે સરદારનું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવીને તેમનું સમ્માન કરવા માંગીએ છીએ. અને તેને 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ'નું નામ આપવાનું વિચાર્યું છે. અને તે દેશના ખેડુત માટે, દેશ માટે ગૌરવશાળી ઘટના બનશે. મારે દેશના તમામ જનતા પાસે તેનો સહયોગ જોઇએ છે. હું અત્રે તમારી સામે પ્રાર્થના કરું છું કારણ કે આપ સૌ ગામડા સાથે જોડાયેલા છો, ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા છો. મારે ભાવાત્માત્ક સપોર્ટ જોઇએ છે આર્થિક મદદ નહી મિત્રો. આપ પહેલા આ નાનકડી ફિલ્મ જુઓ બાદમાં આપને ખ્યાલ આવશે કે હું આપની પાસે શું માંગવા માંગુ છું. હું તમારી પાસે એક જ આશા રાખું છું કે સરદાર ખેડૂત પુત્ર અને લોહપુરુષ હતા માટે હું દેશના ખેડૂતો પાસે 'લોહા' એટલે કે લોખંડી સાથ સહકાર જોઇએ છે.
મોદીએ કહ્યું કે 'મારે દેશના દરેક ગામના એક ખેડૂત પાસેથી એક લોખંડી ઓજાર જોઇએ છે જેના દ્વારા ક્યારેક ખેતી થઇ હોય કે ખેતીને લગતા કામમાં આવ્યું હોય. મોદીએ કહ્યું કે મારે ખેડુતોની ભાવનાઓનો સાથ જોઇએ છે. દરેક ગામડામાંથી એક એવું લોખંડી ઓજાર જોઇએ છે જે ખેતી માટે કામમાં આવ્યું હોય તેવું. તલવાર નહીં તોપ નહીં પણ કોદાળી, પાવડો જોઇએ છે મારે. સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરના રોજથી 26 જાન્યુઆરી સુધી અમે આખા દેશમાં આ લોખંડી ઓજાર ઉગરાવવાનું કાર્ય કરવા માંગીએ છીએ શું તમે મને મદદ કરશો? સરદાર લોખંડી પુરુષ હતા અને એક ખેડૂત પુત્ર હતા માટે ખેડૂતો પાસે લોખંડી ઓજાર જોઇએ છે.
નરેન્દ્ર મોદીએ પહેલા ફિલ્મ બતાવી જેમાં સરદાર સરોવર ડેમ ખાતે સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં બનાવવાનું આયોજન છે. જેની ઉંચાઇ ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતા બમણી હશે. તેનો પ્રોજેક્ટ દુબઇમાં આવેલ દૂનિયાના સૌથી ઉંચા ટાવર બુર્ઝ ખલ્લીફાને બનાવનાર કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો છે. જેના માટે મોદીએ દેશના ખેડૂતોને એક ખેતીકામનું લોખંડી ઓજાર આપવા પ્રાર્થના કરી છે જેને ઓગાળીને સરદારની પ્રતિમા બનાવવાના કામમાં આવશે.
મોદીએ પોતાના વક્તવ્યમાં ગુજરાતના પશુપાલન અને ડેરી ઉદ્યોગ પર વાત કરી હતી. મોદીએ ગુજરાત સરકાર દ્વારા પશુપાલન અને કૃષિ મહોત્સવના ફાયદા ગણાવ્યા હતા. વાર્ષિક કૃષિ મેળા અને પશુઓની સારવારના કેમ્પ થકી રાજ્યમાંથી 122 જેટલા પશુને લગતા રોગોને દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે દૂધનું ઉત્પાદન વધ્યું છે. મોદીએ જણાવ્યું કે ભારતના પશુઓના દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એવું ન્યૂઝીલેન્ડની લિંકન યુનિવર્સિટીના એક ડોક્ટરનું સંસોધન કહે છે. જ્યારે દૂનિયાને ખબર પડશે ત્યારે વિશ્વમાં ભારતના પશુઓના દૂધની માંગ વધશે.
મોદીએ શશિ થરૂર દ્વારા કરવામાં આવેલ ગ્રામ સ્વરાજની ટિપ્પણી પર તેમની જાટકણી કાઢતા જણાવ્યું કે 'હાલમાં એક રાજ્ય મંત્રીએ ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સપનું હાલના સમયમાં વાસ્તવિકતાથી ઘણું દૂર છે એવું જણાવ્યું હતું, બોલો આવા નેતાઓ દેશ અંગે નિર્ણય કરશે તો દેશની શું હાલત થશે. તેમણે '
મોદીએ જણાવ્યું કે દેશમાં હજી દેશના લોકો માટે હેલ્થ કાર્ડીની વાતો થઇ રહી છે તેનું કામ ફાઇલોમાં પડ્યું છે. જ્યારે ગુજરાત સરકારે એવું આયોજન કર્યું છે કે ગુજરાતના દરેક ખેડૂતોના પશુઓના હેલ્થ કાર્ડ બનાવવામાં આવે.












Click it and Unblock the Notifications
