નરેન્દ્ર મોદીએ માન્યો ડ્રાઇવરો અને સુરક્ષાકર્મીઓનો આભાર
ગાંધીનગર, 22 મે: ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી આજે દિલ્હી ખાતે જવા માટે રવાના થયા ત્યારે ઘણી એવી પળો સર્જાઇ જે આપણને ભાવુક બનાવી દે. નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતથી દિલ્હી જવા માટે રવાના થયા ત્યારે તેમણે પહેલા તેમની માતા હીરાબેનને મળ્યા. હીરાબેને તેમને મીઠાઇ ખવડાવી અને તેમના હાથમાં સવાએક રૂપિયો પણ આપ્યો. ગુજરાતમાં આ પ્રથા છે કે કોઇ સારા કાર્ય માટે જતા હોય ત્યારે ગળ્યું મો કરાવવામાં આવે અને હાથમાં રૂપિયા વાપરવા માટે આપવામાં આવે.
પરંતુ આ બધાની વચ્ચે મોદી એક બીજી વસ્તુ પણ લઇને ગયા અને આપતા પણ ગયા, અને તે છે સામાન્ય વ્યક્તિઓ સાથેનું તેમનું જોડાણ અને પ્રેમ. મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એવું લખ્યું છે કે 'હમણા હમણા મને જાણવા મળ્યું છે કે મારા ડ્રાઇવરો અને સુરક્ષાકર્મીઓએ મારી કારમાં મંદિર બનાવ્યું હતું અને તેઓ રોજ મારી સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા. મોદીએ જણાવ્યું કે મારી કોઇ શબ્દો નથી તેમની લાગણીઓ અને પ્રેમનો આભાર માનવા માટે. પરંતુ હૃદયથી તે સૌનો હું આભાર માનું છું.'
આવો જોઇએ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ડ્રાઇવર અને સુરક્ષાકર્મીઓ વિશે શું લખ્યું છે...
|
મોદીને મળ્યું સરપ્રાઇઝ
મોદીને શું મળ્યું સરપ્રાઇઝ
|
મોદીની કારમાં બનાવ્યું હતું મંદિર
ડ્રાઇવરોએ મોદીની સુરક્ષા માટે કારમાં બનાવ્યું હતું રામચરિતમાનસનું મંદિર
|
તેઓ રોજ પ્રાર્થના કરતા
તેઓ રોજ મોદીની સુરક્ષા માટે પ્રાર્થના કરતા
|
આ ક્યારેય નહીં ભૂલી શકું
તેમણે તેમનું કામ તો યોગ્ય રીતે કર્યું છે પરંતુ આ હું ક્યારેય પણ નહીં ભુલાવી શકું.
|
હું તેમને સેલ્યુટ કરુ છું
મોદીએ જણાવ્યું કે મારી કોઇ શબ્દો નથી તેમની લાગણીઓ અને પ્રેમનો આભાર માનવા માટે. પરંતુ હૃદયથી તે સૌનો હું આભાર માનું છું.












Click it and Unblock the Notifications
