મોદીએ પ્રજાના 160 કરોડ રૂપિયા સદભાવનામાં ખર્ચ્યાઃ કેશુભાઇ

મોદીએ ટેક્સ માટે ચુકવાયેલા પૈસા પોતાની છબીને સુધારવા માટે વેડફ્યા હતા. આ આંકડો 160 કરોડનો છે. તેમજ મોદી દ્વારા મોટી માત્રામા લોકોના પૈસાનો ઉપયોગ વિવિધ પ્રકારના તહેવાર, મેળા અને સમિટ યોજવામાં કરી રહ્યાં છે, તેવું કેશુભાઇએ જાહેર મેદનીને સંબોધિત કરતીવેળા કહ્યું હતું.
તેમણે ઉપસ્થિત મેદનીને સુચન કર્યું હતું કે, હવે સમય પાકી ગયો છે કે, મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને સત્તા પરથી ઉખેડી ફેંકીએ, જે જુઠ્ઠાણું ફેલાવે છે અને વિકાસનો ખોટો પ્રચાર રાજ્યમાં કરે છે.
તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત દેશમાં ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટમાં નંબર વન હતું, પરંતુ હાલ તે પાંચમા ક્રમે ધકેલાઇ ગયું છે.












Click it and Unblock the Notifications
