For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી પહોંચ્યા કલકત્તા, મમતાએ પકડી દિલ્હીની વાટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 9 એપ્રિલ: રાજધાની દિલ્હીના ફિક્કી મહિલા વિંગને સંબોધિત કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે કલકત્તા પહોંચ્યા છે તો પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી મંગળવારે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. દિવસભર કાર્યક્રમ શરૂ કર્યા પહેલાં નરેન્દ્ર મોદી આજે સવારે દક્ષિણેશ્વર કાલી મંદિર પહોંચી પુજા અર્ચના કરી હતી.

નરેન્દ્ર મોદી મંગળવાર સવારે ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજીત એક કાર્યક્રમ અને સાંજે પ્રદેશ ભાજપ એકમ દ્રારા આયોજીત એક કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેશે. સિંગૂરની નિષ્ફળતા બાદ પશ્વિમ બંગાળમાં રોકાણમાં ઘટાડાનો સ્તર નીચે જતાં નરેન્દ્ર મોદી અને બંગાળના ઉદ્યોગપતિ વચ્ચે સતત વિચારોનું આદાન-પ્રદાન થઇ રહ્યું છે. એક તરફ નરેન્દ્ર મોદી કલકત્તામાં છે તો બીજી તરફ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચી ગયા છે.

narendra-manmohan-mamata

મમતા બેનર્જી દિલ્હીમાં દેવા બોજા તળે દબાયેલા પોતાના રાજ્ય માટે નાણાંકિય સહાય માંગવા માટે આજે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરશે. મમતા બેનર્જી નાણામંત્રી પી ચિંદમ્બરને પણ મળવાનો કાર્યક્રમ છે. મમતા બેનર્જીનો બે દિવસ દિલ્હીમાં રોકાવવાનો કાર્યક્રમ છે.

English summary
When Mamata Banerjee engages with Manmohan Singh in the national capital seeking financial assistance for debt-stressed WB Tuesday, her Gujarat counterpart and BJP poster boy Modi will have a much-awaited interface with Bengal industry captains here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X