For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યાં છે: માકન

By Super
|
Google Oneindia Gujarati News

ajay maken
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ કેન્દ્રીય મંત્રી અજય માકને ગજુરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપો લગાવ્યા છે. કેન્દ્રિય હાઉસિંગ એન્ડ પોવર્ટી એલીવેશન મિનિસ્ટર અજય માકને શનિવારે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે મોદીએ કેન્દ્ર તરફથી મળેલા પૈસાનો ઉપયોગ યોગ્ય રીતે કર્યો નથી.

માકને કહ્યું કે ગુજરાતની સરકાર છેલ્લા દોઢ વર્ષથી કોઇ પણ યોજના બનાવી શકી નથી. તેમણે કહ્યું કે, મોદીએ 2002માં 15 લાખ મકાનો બનાવવાની જોર-શોરથી જાહેરાત કરી હતી પરંતુ સરકાર સાત વર્ષમાં માત્ર 55 હજાર મકાન જ બનાવી શકી છે.

જે સરકાર સાત વર્ષમાં માત્ર 55 હજાર મકાન બનાવી શકતી હોય તે સરકાર પાંચ વર્ષમાં પચાસ લાખ મકાન કેવી રીતે બનાવી શકશે તે અંગેનો પ્રશ્ન ઉઠાવીને માકને કહ્યું છે કે, મોદી લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યાં છે. કેન્દ્ર સરકારની રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ 2010માં આઠ શહેરોમાં મકાન બનાવવા માટે રાજ્ય સરકારને પૈસા આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉપયોગ મોદી સરકાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી અને તેઓ કેન્દ્રના પૈસાનો ઉપયોગ કરતા નથી.

નોંધનીય છે કે, આગામી 13 અને 17 ડિસેમ્બરે ગુજરાતમાં બે તબક્કમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 50 લાખ જેટલા મકાનો બનાવવામાં આવશે તેવી જાહેરાત ભાજપે તેના સંકલ્પ પત્રમાં કરી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના કેન્દ્રના નેતા દ્વારા ગુજરાતાં વિકાસ નહીં થયો હોવાના વાત કહીં મોદી દ્વારા કરવામાં આવતા વાયદાઓ પોકળ હોવાના આક્ષેપો લાગવી રહ્યાં છે.

English summary
Union Cabinet Minister for Housing & Urban Poverty Alleviation, Ajay Maken tore into claims made by Gujarat CM Narendra Modi that the Congress-led UPA government in Centre had neglected the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X