બિહારના કાર્યકરોને સંબોધી 2014ના કેમ્પેઇનની આજે શરૂઆત કરશે મોદી
ગાંધીનગર, 5 જુલાઇ : ભારતીય જનતા પાર્ટીના હાલમાં પ્રચાર કમિટિના પ્રમુખ બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મિશન 2014ની ચૂંટણી રણનીતિ અંતર્ગત કેમ્પેઇન યોજનાની શરૂઆત શુક્રવારથી કરશે. મોદી બિહારમાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધીત કરશે, જ્યાં મતભેદ થવાના કારણે બીજેપી અને જેડીયૂનું ગઠબંધન તૂટી ગયું હતું.
મોદી આજે અમદાવાદથી વીડિયો-કોન્ફ્રેન્સિંગ દ્વારા બિહારના લગભગ 1500 પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે. તેમણે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પણ આ રીતે પ્રચાર પ્રસાર અભિયાન કર્યું હતું. તેઓ 16 જુલાઇના રોજ પુરી યાત્રા જશે અને પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી આપશે.
ઉપરાંત તેઓ 27 જુલાઇના રોજ આંધ્ર પ્રદેશ એક કાર્યક્રમમાં જવાના છે, પરંતુ રાજ્યમાં પંચાયત ચૂંટણી યોજાવાના પગલે આગળ ધકેલાઇને ઓગસ્ટમાં યોજાવાની સંભાવના છે.

ભાજપાના એક નેતાએ કહ્યું કે અમે અમારા આંતરિક મતભેદોને ઉકેલી લીધા છે. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર, મોંઘવારી, આર્થિક વિકાસમાં મંદી તથા આંતરિક સુરક્ષાના વિષયો પર કોંગ્રેસને ઘેરવાના મૂડમાં છે.












Click it and Unblock the Notifications
