For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધ નમો મંત્ર' વિષય પર લોકોને સંબોધશે નરેન્દ્ર મોદી

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 16 માર્ચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિક નોંધાવનાર અને એક વિકાસ પુરુષ તરીકેની છબી ધરાવનારા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 16 માર્ચે નવી દિલ્હી ખાતે યાજોઇ રહેલા એક કાર્યક્રમને સંબોધશે અને આ કાર્યક્રમમાં ગુજરાતે કરેલા વિકાસ અંગે જણાવશે. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયા ટૂડે દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ટૂડેના ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ 2013માં 'ધ નમો મંત્ર' પર નરેન્દ્ર મોદી લોકોને સંબોધશે.

16 માર્ચ 2013ના રોજ સાંજે આઠ વાગ્યે ધ નમો મંત્ર વિષય દરમિયાન ઉપસ્થિત લોકો મોદી સાથે પ્રશ્નોત્તરી કરશે અને મોદી તેમના પ્રશ્નોના જવાબ આપશે. મોદી આ કોન્ક્લેવના સૌથી અપેક્ષિત પ્રવક્તામાના એક છે. મોટાભાગના દેશવાસીઓ મોદીના સંબોધનની રાહ જોતો હોય છે. જો તમે આજે સાંજે યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન મોદીના સંબોધને લાઇવ જોવા માગતા હોવ તો તમે મુખ્યમંત્રીની વેબસાઇટ નરેન્દ્ર મોદી ડોટ ઇન પર જઇ શકો છો અથવા તો @narendramodi_inને ફોલો કરી તેમના સંબોધનની ટ્વિટ્સ વાંચી શકો છો.

નોંધનીય છે કે આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ થકી અવગત કરાવ્યા હતા. નાનામોટા વિરોધની વચ્ચે નરેન્દ્ર મોદી શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતુ કે આજે આખા દેશ દુનિયામાં ગુજરાતના વિકાસની ચર્ચા થઇ રહી છે. અને તે ગુડ ગવર્નન્સને આભારી છે. સામાન્યરીતે આપણા ત્યાં શાસન સમસ્યા સર્જાય ત્યારે દોડે છે. સાશનનું કામ છે સ્થિતિઓ બદલવાનું, શાસન યોગ્ય રીતે કામ કરે નવી આવશ્યકતાઓને વિકસાવે. પરંતુ ક્યાંકને ક્યાંક આપણે આપણે નિષ્ફળ ગયા છીએ. દેશ નિરાશાની ગર્તામાં ડૂબી ચૂક્યો છે. યુવાનો એવું વિચારે છે કે કેમ અહીંયા પેદા થયો? અભ્યાસ કરીને એબ્રોડ જતો રહીશ.

English summary
Narendra Modi will address the India Today Conclave 2013. Modi will speak on ‘The NaMo Mantra’ and the talk will be followed by an interactive question and answer session with the audience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X