Monsoon Forecast 2025: આ વર્ષે ચોમાસું કેવું રહેશે? જાણો શું કહ્યું હવામાન વિભાગે?

Monsoon Forecast 2025 : 2025નું ચોમાસું કેવું રહેશે એ અંગે સતત સવાલ થતા રહે છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષ દરમિયાન ચોમાસાની અનિશ્ચિતતાને કારણે ખેડૂતો અને જાણકારોમાં ચિંતાનો માહોલ રહ્યો છે.

જો કે 2025 માટે ભારતીય હવામાન વિભાગે (IMD) ચોમાસાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે, જે નિશ્ચિત રૂપે રાહતદાયક માનવામાં આવી રહી છે.

Monsoon Forecast 2025

ભારતીય હવામાન વિભાગના મુખ્ય પ્રશાસક એમ. મહાપાત્રાએ જણાવ્યુ કે, 2025ના ચોમાસા માટે હજુ સુધીના આંકડા અને વૈશ્વિક હવામાન પરિબળો મુજબ ચોમાસું સામાન્ય રહેશે એવી શક્યતા છે.

તેમણે જણાવ્યું કે, આ વર્ષે અલ નીનો જેવી પરિસ્થિતિઓ દેખાઈ રહી નથી. આંતરરાષ્ટ્રીય આગાહીઓ તથા હવામાનના વિવિધ મોડલ્સ પરથી ખબર પડે છે કે 2025માં આપણે તટસ્થ અલ નીનોની સ્થિતિ જોઈ રહ્યાં છીએ.

El Nino : શું છે અલ નીનો અને તેની અસર?
અલ નીનો એ એક પ્રાકૃતિક હવામાન ઘટના છે, જેમાં મધ્ય પેસિફિક મહાસાગરમાં સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં 0.5 થી 1 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાય છે. આ ઘટનાઓની સીધી અસર ભારતમાં ચોમાસાના વરસાદ પર પડે છે.

2023માં અલ નીનોને કારણે ચોમાસામાં 6 ટકા જેટલો વરસાદ ઓછો નોંધાયો હતો. આથી ખેડૂતોને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2024માં સરેરાશ કરતાં 8% વધુ વરસાદ મળ્યો હતો.

2025માં જો તટસ્થ સ્થિતિ રહે છે તો વરસાદમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે અને ચોમાસું સામાન્ય રહે તેવી અપેક્ષા રાખી શકાય છે.

IMD દર વર્ષે એપ્રિલ મહિનામાં ચોમાસાના વરસાદ માટે પોતાની પહેલી આગાહી જાહેર કરે છે. એમ. મહાપાત્રાએ પણ જણાવ્યું છે કે, અસલ અંદાજ માટે એપ્રિલની આગાહીની રાહ જોવી પડશે. તે પછી વધુ સ્પષ્ટતા મળી શકે છે કે ચોમાસું કેટલું સારું રહેવાનું છે.

તેમણે આ પણ ઉમેર્યું કે હિંદ મહાસાગર તથા આસપાસના દરિયાઈ વિસ્તારોની પરિસ્થિતિઓ ચોમાસા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સમુદ્રનું તાપમાન, પવનની દિશા અને દબાણ પાટીઓ જેવા પરિબળો વરસાદની તીવ્રતા અને સમયગાળાને નક્કી કરે છે.

આ સમાચાર ખેડૂતો માટે ખાસ મહત્વના છે. 2023ના અલ નીનોની અસરથી ખેડૂતોએ ઘણું નુકસાન સહન કર્યું હતું. જો 2025માં તટસ્થ પરિસ્થિતિ રહે છે અને ચોમાસું સમયસર અને સરેરાશ રહેશે તો ખેતી માટે યોગ્ય માહોલ ઊભો થવાની શક્યતા છે.

સરકારી યોજનાઓ અને ખેતી આધારિત રોકાણો માટે પણ આ માહિતી અત્યંત ઉપયોગી છે. વરસાદની હિલચાલ પર આધાર રાખતી યોજના અને પુર્વ તૈયારી માટે હવામાન વિભાગની આગાહી માર્ગદર્શક સાબિત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X