For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi Bridge Case : હાઇકોર્ટે મુખ્ય સચિવનો લીધો ઉધડો, કહ્યું - ટેન્ડર વગર કેમ કોન્ટ્રાક્ટ આપ્યો?

Morbi Bridge Case : ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ 30 ઓકટોબરના રોજ તૂટી પડ્યો હતો. આ કેબલ બ્રિઝ તૂટવાના કારણે કુલ 135 લોકોના મોત થયા હતા.

|
Google Oneindia Gujarati News

Morbi Bridge Case : ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ 30 ઓકટોબરના રોજ તૂટી પડ્યો હતો. આ કેબલ બ્રિઝ તૂટવાના કારણે કુલ 135 લોકોના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજીને હાકોર્ટે એક સુઓમોટો દાખલ કરી હતી. જેની સુનાવણી મંગળવારના રોજ કરવામાં આવી હતી. આ સુનવણી દરમિયાન હાઇ કોર્ટે ઘણા સવાલો કર્યા અને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયાની ટીકા પણ કરી હતી.

Morbi Bridge Case

મોરબી પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે ગુજરાતના ટોચના અમલદાર, મુખ્ય સચિવને પૂછ્યું હતું કે, સાર્વજનિક પુલના સમારકામ માટે ટેન્ડર્સ કેમ બહાર પાડવામાં આવ્યાં નથી. શા માટે બિડ આમંત્રિત કરવામાં આવી ન હતી?

ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડની વોલ ક્લોક માટે જાણીતા ઓરેવા ગ્રુપને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હાઇ કોર્ટે પ્રાથમિક અવલોકન કર્યું હતું કે, નગરપાલિકા, જે એક સરકારી સંસ્થા છે, તેણે ક્ષતિઓ કરી, જેના કારણે 135 લોકોના મોત થયા છે.

આ સાથે ગુજરાત હાઇ કોર્ટે પૂછ્યું કે, શું ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963નું પાલન કરવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશને પૂછ્યું કે, આટલા મહત્વપૂર્ણ કામ માટે માત્ર દોઢ પેજમાં કરાર કેવી રીતે પૂર્ણ થયો? શું અજંતા કંપનીએ કોઈપણ ટેન્ડર વગર જ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો? હાઇ કોર્ટે પોતે આ દુર્ઘટનાની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી અને છ વિભાગો પાસેથી જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે.

હાઇ કોર્ટે પ્રથમ દિવસથી કોન્ટ્રાક્ટની ફાઇલ્સ સીલબંધ કવરમાં સબમિટ કરવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બ્રિજનો કોન્ટ્રાક્ટ આપનારી કંપનીના કેટલાક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જોકે 7 કરોડનો કોન્ટ્રાક્ટ કરનારી કંપનીના મેનેજમેન્ટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

English summary
Morbi Bridge Case : High Court asked to Chief Secretary why contract was given without tender?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X