બલી ડાંગરના સાગરિત મુસ્તાક મીરનો હત્યારો ઝડપાયો

Subscribe to Oneindia News

મોરબી બસ સ્ટેન્ડ પાસે રોડ પર મુસ્તાક મીરની ૧૦ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેને લઇ મુસ્તાકના ભાઈ આરીફે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીત ૪ શખ્સો સામે ફરિયદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ હિતેન્દ્રસિંહ ઝાલા અને મુસ્તાક મિત્ર હતા પણ જમીનના દેખાને લઇ મુસ્તાકની હત્યા કરવામાં આવી છે. ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ - અલગ ટીમ બનાવી ચક્રોગતિમાન કર્યા હતા.

arrested

પોલીસે મુળરાજસિંહ જાડેજા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી આરોપી અમદાવાદથી કચ્છ તરફ જઈ રહ્યો છે પોલીસે હળવદ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી પોતે વાહન ચલાવતો હ્તો, તેની પાછળ વાહન પર સવાર હિતેન્દ્રસિંહ ઝાલાએ મુસ્તાકને ગોળી મારી હત્યા કરી છે. પોલીસે વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથધરી છે અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે

Read also : કારમાં ચલાવતા કોલ સેન્ટર, સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

English summary
Morbi City Police arrested accused murder case of mushtaq Mir.Read here more .
Please Wait while comments are loading...