For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi Live: PM મોદી આજે બપોરે ઘટના સ્થળની લેશે મુલાકાત, બચાવ કાર્ય હજુ ચાલુ રહેશે, જાણો દરેક અપડેટ

મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઝૂલતો પુલ ધરાશાયી થયો ત્યારે 500થી વધુ લોકો પુલ પર હાજર હતા. આ તમામ લોકો પુલ તુટવાને કારણે નદીમાં પડી ગય

|
Google Oneindia Gujarati News

મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઝૂલતો પુલ ધરાશાયી થયો ત્યારે 150થી વધુ લોકો પુલ તુટવાને કારણે નદીમાં પડી ગયા હતા. અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાના અહેવાલ છે. 177 લોકોને બચાવી લેવાયા છે. 19ની સારવાર ચાલી રહી છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ બચાવ કાર્યમાં લાગેલા છે. ઉલ્લેખનીય છે કે સમારકામ માટે બંધ કર્યા બાદ આ બ્રિજને ખુલ્લો મુકાયાને માત્ર 5 જ દિવસ થયા હતા.

Morbi

Newest First Oldest First
6:35 PM, 1 Nov

ગુજરાત: PM મોદી મોરબી બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિતોના પરિવારજનોને મળ્યા.
6:22 PM, 1 Nov

પીએમ મોદીએ મોરબી દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને જલ્દી સહાય ચુકવવાના આપ્યા આદેશ
5:21 PM, 1 Nov

હર્ષ સંઘવીએ પીએમ મોદીને આપી ઘટનાની માહિતી
5:21 PM, 1 Nov

મૃતકોના 26 પરીવારોને મળશે પીએમ મોદી
5:09 PM, 1 Nov

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રિજ ધરાશાયી થવાના સ્થળની મુલાકાત લીધા બાદ અને ઘાયલોને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોરબીમાં એસપી ઓફિસ પહોંચ્યા.
5:09 PM, 1 Nov

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી હતી.
5:08 PM, 1 Nov

સ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ બ્રિજ દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા લોકોને મળ્યા હતા.
5:07 PM, 1 Nov

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મોરબીમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
5:06 PM, 1 Nov

PM મોદી મોરબીમાં અકસ્માત સ્થળ પર પહોંચ્યા, જ્યાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
5:06 PM, 1 Nov

અમે 2 લોકોના મૃતદેહની શોધ કરી રહ્યા છીએ. ડાઇવર્સ નદીમાં ઊંડાણપૂર્વક શોધ કરી રહ્યા છે. સ્થળ પર 125 લોકોની ટીમ સાથે 12 બોટ તૈનાત છેઃ પ્રસન્ના કુમાર, કમાન્ડન્ટ, NDRF વડોદરા
5:05 PM, 1 Nov

મોરબીમાં મચ્છુ નદીમાં એક પુલ ધરાશાયી થતા 135 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે તે સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
5:03 PM, 1 Nov

સવારે જે મૃતદેહો હતા તે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના લોકોનું ડૂબી જવાથી મોત થયું હતુંઃ ડો. પ્રદીપ દુધરેજીયા, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, મોરબી સિવિલ હોસ્પિટલ
5:03 PM, 1 Nov

મોરબી જીલ્લા કલેકટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મોરબીમાં ઘટનાસ્થળે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
5:03 PM, 1 Nov

મોરબી અકસ્માતમાં મંગળવારે સવારે વધુ એક ઈજાગ્રસ્તનું જિલ્લા હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ સાથે હવે મૃત્યુઆંક વધીને 135 થઈ ગયો છે. કુલ 14 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, તેની શોધ ચાલુ છે.
2:26 PM, 1 Nov

મોરબી બ્રિજને રિપેર કરનારી ઓરેવા કંપનીને લાગ્યા તાળા
2:10 PM, 1 Nov

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભુપેન્દ્ર પટેલના રાજીનામાંની કરી માંગ
11:29 AM, 1 Nov

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે 12 વાગે મોરબી દૂર્ઘટના સ્થળની મુલાકાત કરશે. તેઓ સિવિલ હૉસ્પિટલમાં અસરગ્રસ્તોને મળશે અને મૃતકોના પરિવારોની પણ મુલાકાત લઈ શકે છે.
11:27 AM, 1 Nov

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ મોરબી ખાતે મુલાકાત કરે તેવી સંભાવના.
9:36 AM, 1 Nov

ગુજરાતના મોરબી અકસ્માતમાં મંગળવારે સવારે વધુ એક ઈજાગ્રસ્તનુ જિલ્લા હૉસ્પિટલમાં મોત થયું છે. આ સાથે હવે મૃત્યુઆંક વધીને 135 થઈ ગયો છે. કુલ 14 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, તેની શોધ ચાલુ છે. મોરબી જીલ્લા કલેકટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મોરબીમાં ઘટનાસ્થળે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
8:31 AM, 1 Nov

ગુજરાત: મોરબી ઘટના સ્થળે ફરી બચાવ કામગીરી શરૂ કરાઈ. ભારતીય નેવી અને NDRFની ટીમો તૈનાત છે.
7:41 AM, 1 Nov

મોરબી ઘટના સ્થળે આજે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ રહેશે.
7:31 AM, 1 Nov

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. જો બાઈડને કહ્યુ કે અમેરિકા આ ​​મુશ્કેલ સમયમાં ભારતની સાથે રહેશે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ કરશે.
7:30 AM, 1 Nov

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ મંગળવારે ગુજરાતની મોરબી બ્રિજ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આ એક હૃદયદ્રાવક ઘટના, ગુજરાતમાં પુલ તૂટી પડવાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.'
7:29 AM, 1 Nov

જીલ અને હું ભારતમાં પુલ તૂટી પડવાની ઘટના દરમિયાન પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પાઠવીએ છીએ. અમે આ દુઃખમાં ભારતીય લોકોની સાથે ઊભા રહીશું અને તેમને સમર્થન આપીશું. - યુએસ પ્રમુખ જો બિડેન
7:14 AM, 1 Nov

મોરબી પુલ દૂર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ઘટના સ્થળની મુલાકાતો પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે.
1:34 PM, 31 Oct

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાળીયા દેવાણી ગામે ગઈકાલે અકસ્માતમાં પાંચ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા.
12:53 PM, 31 Oct

હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મૃતકોના આત્માને શાંતિ મળે: અમિત શાહ
12:26 PM, 31 Oct

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરોએ અહીં 'ભારત જોડો યાત્રા' દરમિયાન ગુજરાતના મોરબી શહેરમાં પુલ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની યાદમાં બે મિનિટનુ મૌન પાળ્યુ હતુ.
11:53 AM, 31 Oct

અકસ્માત પર આરજેડીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર હોવાથી તમામ બિકાઉ લોકો મૌન છે.
11:35 AM, 31 Oct

આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ પુલ કયા કારણોસર નીચે પડ્યો, સરકારે નિષ્પક્ષ તપાસનો આદેશ આપવો જોઈએ અને દોષિતોને સજા કરવી જોઈએ. ઘાયલોને સારી સારવાર આપવી જોઈએઃ અશોક ગેહલોત
READ MORE

English summary
Morbi Live: Cable bridge over Machhu river collapses, 60 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X