મહિલા બૉડીગાર્ડના સુરક્ષાઘેરામાં સુરક્ષિત રહેશે મોદી
નવી દિલ્હી, 14 નવેમ્બરઃ બિહારની રાજધાની પટણામાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ તેમની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ગુપ્ત માહિતી અનુસાર મોદી આતંકવાદી સંગઠનોના નિશાના પર છે. મોદીની સુરક્ષાને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચર્ચા ગરમ છે. તો બીજી તરફ ગુજરાત પોલીસે પોતાના મુખ્યમંત્રીને વિશેષ સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટેનો માર્ગ શોધી નાંખ્યો છે. ગુજરાત પોલીસે મોદીની સુરક્ષામાં મહિલા પોલીસકર્મીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.

મોદીની સુરક્ષાની આ વ્યવસ્થા વિશેષ રીતે ગ્રાઉન્ડ ફંકશન્સ માટે કરવામાં આવી છે, ના કે રેલીઓ માટે જ્યાં તેઓ મંચ પર હોય. ખાસ વાત એ પણ છે કે ગ્રાઉન્ડ ફંકશન્સ સામાન્ય રીતે ગુજરાતમાં જ થાય છે. તેવામાં ટોળામાં મહિલા હુમલાખોરોથી તેમની સુરક્ષા માટે મહિલા સુરક્ષાગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં ગાંધીનગરમાં મોદીની રેલીમાં તેમની આસપાસ સલવાર સૂટ અને પેંટ શર્ટ પહેરેલી મહિલાઓ જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
