ગુજરાત ચૂંટણીની તારીખો પાછી ઠેલો, BJP-કોંગ્રેસની માંગ! કારણ?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આગલા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ સિવાય રાજ્યના ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પ્રમુખ પક્ષો માંગ કરી રહ્યાં છે કે, ચૂંટણીની તારીખો આગળ વધારવામાં આવે. આ માટે આવતા મહિને થનારા લગ્નનું કારણ આપવામાં આવ્યું રહ્યું છે. પક્ષોનું કહેવું છે કે, રાજ્યમાં 14 ડિસેમ્બર બાદ ચૂંટણી યોજવામાં આવે. ટાઇમ્સના અહેવાલો અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજ્યમાં લગભગ 25 હજાર લગ્નો થનાર છે અને મોટા ભાગના લગ્નો નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં જ થનાર છે.

Gujarat election

આ કારણે વિધાનસભા ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન 9 નવેમ્બરના રોજ થશે અને બીજા તબક્કાનું મતદાન 14 નવેમ્બરના રોજ થશે. પંડિત ધીરેન શાસ્ત્રી અનુસાર, સૌથી વધુ શુભ મુહૂર્ત નવેમ્બર માસના છ દિવસોમાં અને ડિસેમ્બર માસના 4 દિવસોમાં છે. સૌથી વધુ લગ્નો 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે થનાર છે. 14 ડિસેમ્બરથી પણ મુહૂર્ત છે, પરંતુ આ દરમિયાન ઓછા લગ્નો થશે.

English summary
more than 25,000 weddings are likely to be held around the assembly elections in gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.