For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Moscow Goa Flight: મૉસ્કો-ગોવા ફ્લાઈટમાં NSGની તપાસ પૂરી, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી, બૉમ્બની સૂચના હતી અફવા

મૉસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર પ્લેનમાં બૉમ્બ હોવાના સમાચાર મળ્યા બાદ કાલે રાતે તેનુ ઈમરજન્સી લેન્ડિંગ જામનગરમાં કરવામાં આવ્યુ હતુ. એનએસજીની તપાસ બાદ હવે જામનગર એરપોર્ટ ડાયરેક્ટરે નિવેદન જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

Moscow Goa Flight: મૉસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનમાં બૉમ્બ હોવાના સમાચાર બાદ જામનગરમાં તેનુ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. જો કે, હવે મળતા સમાચાર મુજબ એનએસજીએ તપાસ કર્યા બાદ તેમાંથી કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. બૉમ્બની સૂચના માત્ર અફવા હતી. આ અંગે જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે નિવેદન જાહેર કર્યુ છે.

Moscow Goa Flight

પોતાના નિવેદનમાં જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે કહ્યુ કે ફ્લાઈટમાં બૉમ્બ રાખવાનનો કૉલ એક નકલી કૉલ હતો અને ફ્લાઈટમાં કોઈ બૉમ્બ કે શંકાસ્પદ સામાન મળ્યો નથી. તેમણે જણાવ્યુ ક ફ્લાઈટ હવે અહીંથી સવારે 10.30 વાગે ઉડાન ભરશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે આ ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં બૉમ્બ હોવાની માહિતી ફોન પર આવી ત્યારબાદ મૉસ્કો-ગોવાની ફ્લાઈટનુ ગુજરાતના જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ પછી NSGની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ફ્લાઈટમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ.

એનએસજીની ટીમે આ દરમિયાન ફ્લાઈટના દરેક ખૂણે-ખૂણાની તપાસ કરી અને દરેક મુસાફરની બેગ પણ તપાસી. જો કે સમગ્ર સર્ચ ઑપરેશનમાં કોઈ બૉમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ પછી ફ્લાઇટ સલામત હોવાનુ કહીને 10:30 વાગે એરપોર્ટ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. માહિતી મુજબ ફ્લાઈટમાં લગભગ 240 મુસાફરો હતો. ફ્લાઈટમાં બૉમ્બની માહિતી મળતા જામનગર એરપોર્ટ પર તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને લાંબુ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યુ હતુ કે, 'ફ્લાઇટમાં હાથ ધરાયેલ સર્ચ ઑપરેશન પૂર્ણ થઈ ગયુ છે. દરેક મુસાફરની બેગ ચેક કરવામાં આવી હતી અને ફ્લાઈટના દરેક ભાગની તપાસ કરવામાં આવી હતી. ફ્લાઇટ ખૂબ મોટી હતી તેથી તેને શોધવા માટે રાતોરાત ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ અને તેમાં ઘણો સમય લાગ્યો હતો. અત્યારે ફ્લાઇટને અહીંથી ઉડવામાં થોડો સમય લાગશે કારણ કે દરેક પ્રક્રિયાને સંપૂર્ણ રીતે અનુસરવામાં આવશે.

English summary
Moscow Goa Flight Bomb Threat, No suspicious item found in charter plane which is emergency landed in Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X