For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇના ભક્તના 108 કિલાના દાને સોમનાથ મંદિર બન્યું સુવર્ણમંડિત

|
Google Oneindia Gujarati News

વર્ષો પહેલા ગુજરાતના પ્રસિદ્ઘ સોમનાથ મંદિરની ભવ્યતા વિષે કહેવાતું હતું કે આ આખું મંદિર સોનાથી બનેલું છે. અને આજ કારણે તેના પર અનેક આક્રમણો પણ થયા અને તેને અનેક વાર લૂંટવામાં પણ આવ્યું પણ વર્ષો પછી ફરી એક વાર સોમનાથ મંદિરે તેની તે જ ભવ્યતાને પાછી મેળવી રહ્યું છે. જે શક્ય બન્યું છે તેના અનેક ભક્તોની ભક્તિ અને દાન કારણે.

હાલમાં જ મુંબઇના એક પરિવારે મંદિરને 108 કિલો સોનું ચઢાવ્યું. નોંધનીય છે કે તેણે આ સોનું ત્રણ વર્ષ દરમિયાન ચઢાવ્યું છે. જેના કારણે ભારતના 12 જ્યોતિલિંગમાંથી એક એવા સોમનાથ મહાદેવના મંદિરનો ગર્ભગૃહ સુર્વણ જડિત થઇ ગયો છે.

એટલું જ નહીં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમવારે જ નિવેદન જાહેર કરવામાં આવ્યું તેમાં એજ કહેવાયું હતું કે સોમનાથ મંદિરનો સુર્વણ યુગ પાછો આવી ગયો છે. મુંબઇના વિસનદાસ હોલારામ લખીના પરિવારે ત્રણ વર્ષ પહેલા 108 કિલો સોનું ચઢાવાનો સંકલ્પ કર્યો હતો. જે મુજબ પહેલા 60 કિલો અને પછી 40 કિલો સોનું ચઢાવવામાં આવ્યું છે. ત્યારે આ સોનામાંથી મંદિરની કંઇ કંઇ વસ્તુને સોનાની બનાવવામાં આવી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પ્રથમ ચરણ

પ્રથમ ચરણ

મુંબઇના આ પરિવાર દ્વારા જે પહેલું દાન કરવામાં આવ્યું તેનાથી ગર્ભગૃહ, થાળ, ભગવાનનો નાગ અને દિવાલોને સ્વર્ણ જડિત કરવામાં આવી હતી.

બીજુ ચરણ

બીજુ ચરણ

બીજા ચરણમાં સોમનાથ મંદિરના ધ્વજનો દંડ, ભગવાનનું ડમરું, ત્રિશુળ અને શિખરને સોનાથી જડવામાં આવ્યું હતું.

ત્રીજુ ચરણ

ત્રીજુ ચરણ

ત્યારે સોમવારે અક્ષય તૃતિયા નિમિત્તે જે 40 કિલો સોનું ચઢાવવામાં આવ્યું તેનાથી શિવજીનો મુકટ, તેમના ધરેણાં, અન્ય દિવાલો, સ્તંભ અને મંદિરના દરવાજાને સોનાનો બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીમાં થયું સોનાનું કામ

દિલ્હીમાં થયું સોનાનું કામ

નોંધનીય છે કે મંદિરમાં જેટલું પણ સોનાનું કામ થયું તે દિલ્હીના મહાલક્ષ્મી ઝવેલર્સ દ્વારા કરવામાં આવ્યું છે. અને રવિવારે આ પૂજા દ્વારા લખી પરિવારે પોતાનો આ સંકલ્પ પૂરો કર્યો હતો. અને સોમવારે ભગવાનના સોનાના દ્વાર ખોલી પૂજા વિધિ કરવામાં આવી હતી.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

નોંધનીય છે કે ભારતના સૌથી પૈસાદાર મંદિરોમાં દક્ષિણના તિરુપતિ બાલાજી ભગવાનના મંદિર બાદ ગુજરાતના બે મંદિરો અંબાજી અને સોમનાથ મંદિરનો સમાવેશ થાય છે. અને દર વર્ષો મોટી સંખ્યામાં લોકો આ મંદિરમાં દાન પૂન્ય કરે છે.

English summary
Mumbai Based Family donated 100 kilogram gold to somnath temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X